તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં MAનો અભ્યાસક્રમ બંધ થતા વિદ્યાર્થીઓમાં રોષ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંગ્રેજીમાં એમ.એ.નો અભ્યાસક્રમ શરૂ કરવાની માંગણી સાથે એબીવીપીએ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. - Divya Bhaskar
અંગ્રેજીમાં એમ.એ.નો અભ્યાસક્રમ શરૂ કરવાની માંગણી સાથે એબીવીપીએ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
  • વિદ્યાર્થીઓ MPHIL કે PHDના અભ્યાસથી વંચિત રહેતા હોવાનો ABVPનો આક્ષેપ

ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં એમ.એ.નો અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી જે વિદ્યાર્થીઓને બાળકોની સાથે સંકળાયેલા વિષયોમાં પીએચડી કે એમફીલનો અભ્યાસ કરવાની તકથી વંચિત રહેશે. આથી અંગ્રેજી વિષય સાથે એમ.એ.નો અભ્યાસક્રમ શરૂ કરવાની માંગણી સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં ગત જૂન-2018માં શરૂ કરાયેલા અંગ્રેજી વિષય સાથે એમ.એ. (અંગ્રેજી બાળસાહિત્ય)નો અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવ્યો છે. આથી જે વિદ્યાર્થીઓ બાળકોને લગતા વિવિધ વિષયો ઉપર પીએચડી કે એમફીલનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આશાઓ અધુરી રહેશે તેવો આક્ષેપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કર્યો છે. એમ.એ. અંગ્રેજી બાળ સાહિત્ય અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને બાળ સાહિત્યના વૈશ્વિક પ્રવાહો, બાળ ફિલ્મ્સ, કિશોર કથા, સાયન્સ ફિક્શન, ગ્રાફિક નોવેલ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે યુનિવર્સિટી દ્વારા અભ્યાસ જ બંધ કરી દેતા યુનિવર્સિટી એક્ટ મુજબ બહુવિધ ભાષાઓ, બાળસાહિત્ય અને ફિલ્મસ તેમજ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓના ઉત્તેજન મળે તે માટે કેન્દ્રો અને વિભાગો શરૂ કરવાનું સુચવાયું છે. ત્યારે યુનિવર્સિટીનો આ નિર્ણય તેનાથી વિપરીત હોવાનો આક્ષેપ એબીવીપીએ કર્યો છે.

વિદ્યાર્થીઓના હિતમાં શરૂ કરાયેલા અંગ્રેજીમાં એમ.એ.નો અભ્યાસક્રમ બંધ કરીને વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યો છે. આથી જો ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા એમ.એ. અંગ્રેજી વિષય સાથે એમ.એ.નો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય આગામી દસ દિવસમાં નહી લેવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થીઓ પરિષદ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...