હાલાકી:નગરના ST ડેપોમાંથી ઝાલોદની બસ નહી મળતા મુસાફરોમાં રોષ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલોદના મુસાફરો માટે એકસ્ટ્રા બસ મુકવામાં નહી આવતા રોષ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
ઝાલોદના મુસાફરો માટે એકસ્ટ્રા બસ મુકવામાં નહી આવતા રોષ જોવા મળ્યો હતો.
  • એકસ્ટ્રા બસ મુકવાની રજુઆત કરવા છતાં નહી મુકાતા હાલાકી

દિવાળી પર્વ નિમિત્તે 30થી વધુ મુસાફરો હોય તો એક્સ્ટ્રા બસો દોડાવવાના નિગમના આદેશનું નગરના ડેપોમાં જ પાલન નહી થતાં ઝાલોદના 200 મુસાફરોને કલાકો સુધી ડેપોમાં રઝળતા રહ્યા હતા. મુસાફરોએ બસ મુકવાની રજુઆત કરવા છતાં બસ મુકવામાં નહી આવી હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. ઉપરાંત તહેવારોમાં આવક વધુ થાય તે માટે 30થી વધુ મુસાફરો હોય ત્યાં એકસ્ટ્રા બસ દોડાવવાનો નિયમ બનાવ્યો છે. પરંતુ આ નિયમો માત્ર સરકારી કાગળ ઉપર પાલન થતું હોય તેમ પાટનગરના ડેપોમાં જ જોવા મળ્યું હતું. મજુરી કામ અર્થે ગાંધીનગર આવેલા ઝાલોદના શ્રમજીવીઓ દિવાળીના તહેવાર નિમિત્તે વતન જવા માટે ડેપોમાં આવ્યા હતા. જોકે ડેપોમાં અંદાજે 200થી વધુ ઝાલોદના મુસાફરો હતા. આથી ઝાલોદ માટે એકસ્ટ્રા બસ મુકવા માટે મુસાફરોએ વારંવાર રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં ડેપો દ્વારા ઝાલોદની બસ મુકવામાં આવી નહી. પરંતુ ડ્રાઇવર કે કંડક્ટર નથી તેવો જવાબ મુસાફરોને આપવામાં આવ્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું છે.

ઝાલોદ અને દાહોદના મુસાફરો માટે બસ નહી મુકાતા ન છુટકે આગળથી આવતી બસમાં જવાની મુસાફરોને ફરજ પડી હતી. પરિવાર સાથે વતનમાં જતા મુસાફરો માટે એસ ટી ડેપોએ બસ નહી ફાળવતા નિગમની આવકમાં વધારો કેવી રીતે થશે તેવા પ્રશ્નો પણ મુસાફરોમાં ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...