તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ નરોડા નેશનલ હાઇવેને સિક્સલેન બનાવ્યો પરંતુ લીંબડિયા ગ્રામજનો માટે સર્વિસ રોડ નહી બનાવતા ગ્રામજનોમાં રોષ ઉઠ્યો છે. સર્વિસ રોડના અભાવે ગ્રામજનોને અમદાવાદ તરફ જવા માટે હાલાકી પડી રહી છે. ત્યારે ગ્રામજનોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ જવા માટે નેશનલ હાઇવે ઉપર કટ આપવાની માંગ ગ્રામજનોમાં ઉઠી છે.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અમદાવાદથી હિંમતનગરના હાઇવેને સિક્સ લેન બનાવવામાં આવ્યો છે. નેશનલ હાઇવેની કામગીરી ચાલી રહી છે.
ત્યારે અમદાવાદથી હિંમતનગર હાઇવે ઉપર આવતા લીંબડિયા ગામ માટે સર્વિસ રોડ નહી આપતા ગ્રામજનોમાં રોષ ઉઠવા પામ્યો છે. નેશનલ હાઇવે નંબર-08નું કામ પૂર્ણતાને આરે છે. ત્યારે લીંબડિયા ગામના લોકોને અમદાવાદ જવા માટે સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. સર્વિસ રોડ નહી હોવાથી ગ્રામજનોને વાહન લઇને ફરીને સીધા જ હાઇવે ઉપર જવાથી અકસ્માત થવાની શક્યતા રહેલી હોવાનું લીંબડીયા ગામના સરપંચે જણાવ્યું છે.
અકસ્માતને ટાળવા માટે લીંબડીયા ગામના લોકોને અમદાવાદ જવા હાઇવે ઉપર જઇ શકે તે માટે લીંબડીયા ગામની પાસેથી પસાર થતી નર્મદા કેનાલના બ્રીજના છેડે કટ આપવામાં આવે તેવી માંગણી સાથે લીંબડીયા-કરાઇ ગ્રામ પંચાયતના સરપંચે નેશનલ હાઇવે ઓથોરીટીને લેખિત રજુઆત કરી છે. ગ્રામજનોની હાલાકી દુર કરવા માટે કટ આપવામાં નહી આવે તો નેશનલ હાઇવેનું કામ બંધ કરાવીને ફોજદારી કાર્યવાહીની ચીમકી લીંબડીયા ગામના સરપંચે ઉચ્ચારી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.