તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:શિક્ષણ સહાયક ભરતીમાં ચાલુ નોકરીવાળા શિક્ષકોની અરજીથી ઉમેદવારોમાં આક્રોશ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • NOC લીધી છે કે નહીં સહિતની તપાસ કરવા ઉમેદવારોની માંગ
 • રાજ્યમાંથી અંદાજે 68000 ઉમેદવારે ઓનલાઇન અરજી કરી છે

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં નોકરી કરતા શિક્ષકો અરજી કરી રહ્યા છે. આથી નોકરી માટે રાહ જોતા ફ્રેશ ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે. તો નોકરી કરતા શિક્ષકોએ એનઓસી લીધી છે કે નહીં તે સહિતની તપાસ કરવા ઉમેદવારોમાં માંગ ઉઠી છે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને શિક્ષણ સહાયકથી ભરવામાં આવનાર છે. જે અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્મમિક શાળાઓમાં 6700 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી હતી. સાયન્સ, કોમર્સ અને આર્ટસના તમામ વિષયના શિક્ષણ સહાયકની ભરતી માટે રાજ્યભરમાંથી અંદાજે કુલ 68000 ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે. ઉમેદવારોની અરજીના આધારે શિક્ષણ વિભાગ દ્વારા મેરીટના આધારે ઉમેદવારોની શિક્ષણ સહાયક તરીકે ભરતી કરાશે. શિક્ષણ સહાયકની ભરતીમાં હાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અંદાજે 50થી 60 ટકા ઉમેદવારોએ અરજી કરી છે. આથી ફ્રેશ ઉમેદવારોને અન્યાય થઇ રહ્યો છે. હાલમાં શિક્ષક તરીકે નોકરી કરતા ઉમેદવારોએ અરજીઓ કરતા મેરીટ ઊંચું જવાથી ફ્રેશ ઉમેદવારોને અન્યાય થયાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.

શિક્ષણ સહાયકની ભરતીમાં ફ્રેશ ઉમેદવારોને અન્યાય થાય નહીં તે માટે હાલમાં નોકરી કરતા શિક્ષકોએ એનઓસી લઇને નોકરીમાં જોડાવવા માંગતા હોય તેમની પાસેથી દંડ વસુલવામાં આવે. ઉપરાંત બાહેધરી લીધા બાદ જ તેમના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન ફાયનલ ગણવામાં આવે તેવી માંગણી ફ્રેશ ઉમેદવારોએ કરી છે. નોકરી બદલતા ઉમેદવારો માટે હાલમાં 3 વર્ષ સુધી 3 લાખનાં બોન્ડની જોગવાઇ રાખવી જોઇએ. 5 વર્ષની અવધિ તથા 5 લાખ રૂપિયાનો બોન્ડ આપવા બાબતે સુધારો કરવો જોઇએ. બોન્ડની શરત માત્ર સમાન સંવર્ગમાં નોકરી બદલતા ઉમેદવારો માટે જ નહીં પરંતુ નોકરી છોડીને કોઇપણ સંવર્ગમાં જતા ઉમેદવારો માટે લાગું કરવી જોઇએ. શક્ય હોય તો ઓનલાઇન અને ઓફલાઇન રાઉન્ડની પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગણી સાથે ફ્રેશ ઉમેદવારોએ શિક્ષણ સહાયકની ભરતી બોર્ડમાં રજૂઆત કરી હોવાનું ફ્રેશ ઉમેદવારોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો