તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:પેથાપુર રથયાત્રા સમિતિ સામે ઉદ્ધત વર્તન કરનારા PSI સામે રોષ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PSIના વર્તન સામે આજે બંધ પાળવા સોશિયલ મીડિયામા મેસેજ વાઇરલ થયા

અષાઢી બીજના દિવસે રાજ્યના મોટાભાગના શહેરમા ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામા આવી હતી. ભગવાન ભક્તોને સામે ચાલીને દર્શન આપવા ગયા હતા. પરંતુ પાટનગરની પાસે આવેલા પેથાપુરમા પોલીસે રથયાત્રા નહીં કાઢવા દેતા પોલીસ મથકના પીએસઆઇ સામે સોશિયલ મીડીયામા હિંદુ વિરોધી હોવાના સંદેશ વહેતા થયા હતા. જ્યારે આજે સમગ્ર પેથાપુર શહેરનું બજાર બંધ રાખવા અપીલ કરી હતી.

ગાંધીનગરમાં સમાવેશ કરાયેલા પેથાપુર ગામમા રથયાત્રા કાઢવા બાબતે પોલીસ અને ગ્રામજનો સામ સામે આવી ગયા છે. ગામના ભાજપ અને કોંગ્રેસ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં રથયાત્રા કાઢવામા આવી હતી. ક્યાંક રૂટ ટૂંકો કરીને પણ ભગવાન નગરચર્યા કરવા નિકળ્યા હતા. પરંતુ શહેર પાસેના પેથાપુરમાં પોલીસ દ્વારા રથયાત્રાને માત્ર મંદિર પરિસરથી બહાર જ કાઢવા દેવાઈ હતી.

જ્યારે દિવસભર રથ મંદિર બહાર દર્શનાર્થે મુકાયો હતો. આ બાબતે લઇને પેથાપુરના આગેવાનો દ્વારા પોલીસ સામે સોશિયલ મીડીયામા રોષ વ્યક્ત કરતા લખાણો લખવામા આવ્યા હતા. જેમાં જણાવ્યુ હતુ કે, પેથાપુરના પીએસઆઇ અને ટાઉન બીટ દ્વારા રથયાત્રા સમિતિને મનસ્વી અને હિંદુ વિરોધી વર્તન કરાયુ હતુ. વેપારીઓને ગાળો બોલી ખોટા કેસ કરી જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપવામા આવી હતી. જેને લઇને આજે મંગળવારે સમગ્ર ગામમા 12 વાગ્યા સુધી બજારમા બંધ પાડીને વિરોધ નોંધાવવામા આવશે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પેથાપુરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. સોશિયલ મીડીયા ઉપર પીએસઆઇની બદલની માગ કરતા મેસેજ વાઇરલ કરવામા આવી રહ્યા છે. જેમાં જણાવ્યુ છેકે, જો પીએસઆઇની બદલી કરવામા નહિ આવે તો આગામી સમયમાં આંદોલન અને કલેક્ટરને આદેવન આપવામા આવશે. આજે સમગ્ર પેથાપુર શહેરનું બજાર બંધ રાખવા અપીલ કરી હતી.

સમિતિ સાથે ચર્ચા મુજબ જ રથયાત્રા કાઢવામા આવી છે : પીએસઆઇ
પીએસઆઇ વી.બી.પરમાર સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, અગાઉ રથયાત્રા સમિતિ સાથે ચર્ચા થયા મુજબ જ ભગવાનના રથને મંદિર બહાર મુકવામા આવ્યો હતો. જે લોકો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે તે સમિતિની બહાર છે, સમિતિ સાથે કોઇ લેવા દેવા નથી.

અન્ય સમાચારો પણ છે...