તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટોમાંથી 18 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાકીની12 બેઠકો પર બસપા, આપ, અપક્ષો ભાજપ અને કોંગ્રેસની ગણતરી ખોટી પાડશે

જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે કુલ 69 ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાશે. જેમાં કુલ 18 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ જંગ યોજાશે. જ્યારે કુલ 12 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસને હંફાવવા માટે આમ આદમી પાર્ટી, બહુજન પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષો મેદાનમાં છે. આથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોનું 12 બેઠકો ઉપરનું ગણિત ખોટું પડી શકે તેવી શક્યતા રહેલી છે.

જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે 80 ઉમેદવારોના ફોર્મ ચકાસણીને અંતે માન્ય અને 58 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની કુલ 28 સીટો ઉપર 11 ઉમેદવારો ચુંટણી જંગમાંથી હટી ગયા હતા. જેમાં દહેગામ તાલુકામાંથી 5 અને માણસા તાલુકામાંથી 6 ફોર્મ પરત ખેંચાયા હતા. આથી જિલ્લા પંચાયતની કુલ 28 સીટો ઉપર જીત મેળવવા માટે 69 ઉમેદવારો ચુંટણી જંગમાં ઉતરશે. જોકે જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે. જ્યારે 4 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હંફાવવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. 5 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ગણતરીને અવળી પાડી શકે છે.

કડજોદરામાં જિ. કોંગ્રેસ પ્રમુખની જીત સરળ બનશે તે જોવું રહ્યું
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ જિલ્લા પંચાયતની કડજોદરાની બેઠક ઉપર ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તે બેઠક ઉપર અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું હતું. પરંતુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના મંગળવારે અંતિમ દિવસે અપક્ષે ફોર્મ પરત ખેંચી લીધું છે. આથી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની જીત સરળ બને છે કે નહી તે તો મતગણતરી પછી જ ખબર પડશે. જ્યારે બહિયલમાં બે અપક્ષો મેદાનમાં હોવાથી જે મત તોડશે. ઉપરાંત સાણોદાની બેઠક ઉપર બસપાના ઉમેદવાર કોંગ્રેસને નુકશાન કરે તેવી શક્યતા રહેલી છે.

સાત બેઠકો ઉપર કોંગ્રેસ ભાજપનું ગણિત
માણસા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 7 બેઠકોમાંથી સમૌ, મહુડી, લોદરા બેઠકમાંથી એક એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. જ્યારે ઇટાદરાની બેઠક ઉપરથી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાયું છે.

છાલાની બેઠકમાં ભાજપના હાથમાં લાડવો
જિલ્લા પંચાયતની છાલાની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ગત ટર્મના જિલ્લા પંચાયતના પ્રમુખના પતિએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપે નવા નિશાળીયાને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ ટિકીટની વહેંચણીને લઇને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ નારાજગી વ્યક્ત કરતા અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત નહી ખેંચતા જશુભા રાણા માન્યા નહી તે ચિત્ર સ્પષ્ટ થાય છે. કોંગ્રેસના મત ઉપર ગાબડુ પડવાથી તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવારને થવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો