તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:જિલ્લાના 454 હોસ્પિટલો અને દવાખાનામાંથી 182 સ્થળેથી મચ્છરના પોરા મળતાં નાશ કર્યાં

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલોમાં મચ્છરોના પોરા નાશની કામગીરી કરી હતી. - Divya Bhaskar
આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલોમાં મચ્છરોના પોરા નાશની કામગીરી કરી હતી.
  • મોટા પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતાં 6 દવાખાનાં, હોસ્પિટલોને નોટિસ ફટકારી

જિલ્લાની 454 હોસ્પિટલો અને દવાખાના સહિતની આકસ્મિક તપાસમાં 2535માંથી 182 જગ્યામાંથી મચ્છરોના પોરા મળતા નાશ કર્યો હતો. જ્યારે વધુ પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતા 6 હોસ્પિટલો અને દવાખાનાના સંચાલકોને નોટીસ ફટકારી હતી. ઉપરાંત મચ્છરોના પારો નાશની કામગીરી માટે 435 નોડેલ ઓફિસરોને તાલીમ આપી હતી. છુટક છુટક વરસાદ અને વાદળછાયા તેમજ ભેજયુક્ત વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બને છે. ત્યારે વાહકજન્ય રોગચાળાને નિયંત્રણ માટે જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા જિલ્લાના સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી દવાખાના, હોસ્પિટલો, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિતની તપાસ કરી હતી.

મેલેરીયાની ટીમોએ કુલ 2535 જગ્યાઓની ચકાસણી કરતા તેમાંથી 182 સ્થળોમાંથી મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કર્યો હતો. જ્યારે મોટી માત્રામાં મચ્છરોના પોરા મળી આવેલા 6 દવાખાના અને હોસ્પિટલો સહિતને નોટીસ ફટકારી છે. ઉપરાંત પોરા નાશકની કામગીરી સઘન કરવા સુચના આપી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલો કે દવાખાનામાં મચ્છરોના પોરાના નાશ કરવા તેમના જ કર્મચારીને નોડેલ અધિકારીની નિમણૂંક કરી હતી. આવા કુલ 435 નોડેલ અધિકારીઓને મચ્છરોની ઉત્પત્તિથી લઇને તમામ પ્રકારની તાલીમ આપી હોવાનું જિલ્લા મેલેરીયા અધિકારી ડો.મમતાબેન દત્તાણીએ જણાવ્યું છે. મચ્છરોના પોરા નાશની જિલ્લાના ચારેય તાલુકાવાર કરાયેલી કામગીરીમાં ગાંધીનગર તાલુકાના 187 દવાખાના અને હોસ્પિટલોના 1044માંથી 155 સ્થળોમાંથી મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કર્યો હતો.

જ્યારે 1 હોસ્પિટલ કે દવાખાનામાં મોટા પ્રમાણમાં મચ્છરોના પોરા મળી આવતા નોટીસ ફટકારી હતી. તો 168 નોડેલ અધિકારીને તાલીમ આપી હતી. જ્યારે દહેગામ તાલુકાની 71 હોસ્પિટલો અને દવાખાનાના 295 સ્થાનોની ચકાસણી કરતા 2 જગ્યાએ મચ્છરોના પોરા મળતા નાશ કર્યા હતા. જ્યારે 71 નોડેલ અધિકારીને તાલીમ આપી હતી. ઉપરાંત કલોલ તાલુકાના 106 દવાખાના અને હોસ્પિટલોના 654માંથી 13 જગ્યાઓમાંથી મચ્છરોના પોરા મળ્યા હતા. જ્યારે 5 દવાખાના અને હોસ્પિટલોમાં મોટી માત્રામાં મચ્છરોના પોરા મળી આવતા નોટીસ ફટકારી ઉપરાંત 90 નોડેલ અધિકારીને તાલીમ આપી હતી. જ્યારે માણસા તાલુકાના 90 દવાખાના અને હોસ્પિટલોની 542માંથી 12 જગ્યાઓમાંથી મચ્છરોના પોરાને નાશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...