તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:ભાજપના 17માંથી મૅયર, ડૅ. મૅયર સહિત 8 કોર્પોરેટર રીપીટ થાય તેવી શક્યતા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટિકિટ ફાળવણીમાં મૅયર લૉબીનું પલડું ભારે રહ્યાની ચર્ચા આપને ટક્કર આપવા SPGના નેતાને ઉતારે તેવી પ્રબળ શક્યતા
 • સ્થાયી સમિતિના અધ્યક્ષ અને 5 સભ્ય 7 કપાય તેવી વકી
 • મનપા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા કુલ 23 ઉમેદવારોની જાહેરાત કરાઈ

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના 17માંથી મૅયર અને ડૅપ્યુટી મૅયર સહિતના અડધોઅડધ એટલે કે 8 કોર્પોરેટર રીપીટ થાય તેવી શક્યતા છે. બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને 5 સભ્ય સહિત 7 કોર્પોરેટર કપાય, તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. સૂત્રોની માહિતી સાચી પડે તો ટિકિટ ફાળવણીમાં મૅયર જૂથનું પલડું ભારે રહ્યાનું અને સ્થાયી સમિતિનું જોર ઘટ્યાનું માની શકાય.

આ 8 કોર્પોરેટર રીપીટ થઈ શકે

 • મૅયર રીટાબહેન પટેલ
 • ડૅ. મૅયર નાઝાભાઈ ધાંધર
 • નીલાબહેન શુક્લ
 • જયદેવ પરમાર
 • બરખા જહાં
 • હર્ષાબા ધાંધલ
 • નરેશ પરમાર
 • પ્રણવ પટેલ

આ 7 કોર્પોરેટર કપાઈ શકે

 • સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રસિંહ ચાવડા
 • સ્થાયી સમિતિના સભ્ય મનુભાઈ પટેલ
 • સ્થાયી સમિતિના સભ્ય નીતિન પટેલ
 • સ્થાયી સમિતિના સભ્ય પાર્વતીબહેન પરમાર
 • સ્થાયી સમિતિના સભ્ય કાર્તિક પટેલ
 • પ્રીતિબહેન દવે
 • પ્રવીણાબહેન દરજી

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ 9 વોર્ડમાં 23 ઉમેદવારની જાહેરાત કરી છે અને બાકીનાં નામો જાહેર કરશે. સુરતમાં આપનું પ્રદર્શન જોયા પછી ગાંધીનગરમાં તેનું પુનરાવર્તન ન થાય, તેની તકેદારી રાખવા પાટીદાર પ્રભાવિક વિસ્તારોમાં ભાજપ એસ.પી.જી.ના નેતા કે નેતાઓને ચૂંટણીમાં ઉતારે, તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. ભાજપની સંસદીય સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ઉમેદવારોનાં નામ નક્કી કરવા ચર્ચા કરી હતી. શરૂઆતમાં મૅયરની આખી પેનલ અને તેમના પતિ કેતન પટેલને પણ ટિકિટ નહીં મળે અને માત્ર ડૅપ્યુટી મૅયર નાઝાભાઈ ધાંધરને જ રીપીટ કરાય, તેવી વાત વહેતી થઈ હતી પરંતુ હવે ચિત્ર બદલાયું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના કુલ 17 કોર્પોરેટર હતા, તેમાંથી ધીરૂભાઈ ડોડિયાનું અવસાન થતાં કોર્પોરેટરોની સંખ્યા 16 થઈ હતી. તેમાંથી મૅટર રીટાબહેન પટેલ, ડૅપ્યુટી મૅયર નાઝાભાઈ સહિત 8 એટલે કે અડધા કોર્પોરેટર રીપીટ થાય, તેવી શક્યતા પક્ષનાં અંતરંગ સૂત્રોએ વ્યક્ત કરી છે.

બીજી તરફ સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રસિંહ ચાવડા તથા 5 સભ્ય સહિત 7 કોર્પોરેટરની ટિકિટ કપાય, તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. રીપીટ ન કરવા પાછળ સ્થાયી સમિતિએ લેન્ડસ્કેપ પાર્ક સહિતનાં વહીવટી કામોમાં ઊભા કરેલા અવરોધને કારણભૂત માનવામાં આવે છે. જોકે, સ્થાયી સમિતિના સભ્ય પાર્વતીબહેન પરમારને ઉંમરના કારણે ફરી ટિકિટ નહીં અપાય જ્યારે પ્રીતિબહેન દવે અને પ્રવીણાબહેન દરજી સ્થાયી સમિતિમાં નથી પરંતુ સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ મનુભાઈ પટેલ જૂથનાં હોવાને કારણે ટિકિટ નહીં અપાય, તેવી ચર્ચા પક્ષમાં ચાલી રહી છે.ઉપરાંત, 2 પૂર્વ મૅયર પ્રવીણ પટેલ અને મહેન્દ્રસિંહ રાણા પૈકી રાણાને ટિકિટ આપવા માટે નેતાગીરી સંમત થઈ છે એટલે સ્થાનિક રાજકારણમાં તેમના પુન:પ્રવેશની શક્યતા છે. શહેર ભાજપ ઉપપ્રમુખ ઉરેન પટેલની પત્નીને ટિકિટ મળે તેવી શક્યાતાં છે.

અમિત શાહે જિ. પં.ની જેમ મનપામાં પણ વિજયી થવાનો લક્ષ્યાંક આપ્યો
ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં આવતી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જે રીતે જીતનો લક્ષ્યાંક આપ્યો હતો અને જિલ્લા પંચાયતમાં પહેલી વાર ભાજપે સત્તા મેળવી છે. તે જ રીતે ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ વિજય મેળવવા લક્ષ્યાંક આપ્યો છે એટલે આ વખતની મનપાની ચૂંટણીનું પરિણામ સમજી શકાય તેવું છે.

સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સારા દેખાવને પગલે ગુજરાતમાં આપના નેતા-કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે. ગાંધીનગરના 11 વોર્ડની 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાનો હુંકાર કરનાર આમ આદમી પાર્ટીએ શનિવારે પોતાના 23 ઉમેદવારો જાહેર કર્યા છે. શનિવારના દિવસે સુંદરકાંડના પાઠ બાદ આપે ઉમેદવારોની જાહેરાત કરી હતી. સુરત મહાનગરપાલિકામાં આપના આગમનને પગલે ગાંધીનગર મનપા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ બંનેમાં આંતરીક ફફડાટ ફેલાયો છે. આગામી મનપાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ બંનેએ તૈયારી શરૂ કરી છે. શિક્ષિત, સામાજિક કાર્યકરો, નિવૃત્ત અધિકારીઓની પસંદગી આપ દ્વારા કરાઈ છે.

આપના સૂચિત ઉમેદવારોમાં વોર્ડ નં-1માંથી રીનાબેન રાવલ, વોર્ડ નં-3માંથી ભરત જોશી, જયેશ હળપતિ, વોર્ડ નં-4માંથી વંદનાબેન પોપટજી ઠાકોર, ચંદ્રિકાબેન વાઘેલા, પિયુષ પટેલ, વોર્ડ નં-6માંથી હસુમતી અનંત્રે શ્રીમાળી, તુષાર પરીખ, વોર્ડ નં-7માંથી પારૂલબેન અલ્પેશભાઈ પટેલ, વોર્ડ નં-8માં આશિષબેન ઝાલા, ગૌતમભાઈ રામાભાઈ પરમાર, વોર્ડ નં-9માંથી જયશ્રીબેન વાઘેલા, હેતલબેન પિયુષ પટેલ, દિવ્યાંગ ત્રિવેદી, મહિપત ગડવી, વોર્ડ નં-10માંથી હિના કિરણ દિવાન, સંગીતાબેને દિલીપકુમાર પટેલ, ડો. હાર્દિક તલાટી, વિરેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં-11માંથી નીરુબેન મકવાણા, હેમલ પટેલ, નારાયણભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ છે. આપ દ્વારા હજુ વધુ ઉમેદવારોની શોધ કરાઈ રહી છે, પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ મુકેશ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમની ટિકિટ પાક્કી હોવાની ચર્ચા ચાલી હતી. ત્યારે પ્રથમ લીસ્ટમાં તેમની બાદબાકી કરી દેવામાં આવી છે.

આપ જીતે કે ન જીતે પણ પરિણામ પર અસર કરશે
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની વાત કરીએ તો, યોજાયેલી બંને ચૂંટણીઓમાં ભાજપનું પલ્લુ ભારે રહ્યું નથી. પ્રથમ વખતની ચૂંટણીમાં 32 બેઠકમાંથી કોંગ્રેસે 17 બેઠકો સાથે બહુમતિ સાથે સત્તા મેળવી હતી. બીજી વખતની ચૂંટણીમાં બંને પક્ષે 16-16 સભ્ય વિજયી થતાં ટાઈ પડી હતી. ગત વર્ષની ચૂંટણીમાં ત્રણ બેઠકમાં જીતનું માર્જીન 100થી ઓછું જ્યારે બે બેઠકમા ંજીતનું માર્જીત 200થી ઓછુ હતું. એટલે કહીં શકાય કે ગાંધીનગર કોર્પોરેશનમાં આપને એન્ટ્રી મળે છે કે નહીં તે તો મતદારો નક્કી કરશે, પણ આપ પરિણામ પર ચોક્કસથી અસર કરશે.

વોર્ડ -5માંથી ઉમેદવાર જાહેર ન થતાં આશ્ચર્ય
આપ પાર્ટીનાં ઉમેદવારોના લિસ્ટમાં મેયરના વોર્ડ ગણાતા પાંચમાં કોઇ ઉમેદવાર જાહેર ન કરતાં આશ્ચર્ય સર્જાયું હતું. જેમાં ચર્ચા ચાલી હતી કે, આપને મેયરના વોર્ડમાં કોઈ સારા ઉમેદવાર નથી મળ્યા અથવા જે લડી શકે એવા હતા તેવા લોકોને સમજાવી લેવાયા હોવાનું કહેવાય છે. ત્યારે આમ આદમી પાર્ટીના મિડિયા કન્વીનર તુલી બેનર્જીએ જણાવ્યું હતું કે,‘આગામી સમયમાં હજી બાકી રહી ગયેલા વોર્ડમાં પણ ઉમેદવારોના નામ જાહેર કરાશે.

કુડાસણમાં ‘નર્મદાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ નહીં તો વોટ નહીં’નું બેનર લાગ્યું
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત છે, ત્યારે ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી પ્રમુખ સિગ્નેચર ફ્લેટ આગળ ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા. પ્રમુખ સિગ્નેચર ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા ‘નર્મદાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ નહીં તો વોટ નહીં’વગેરેના બેનરો બનાવાયા હતા. સ્થાનિકોના દાવા પ્રમાણે અહીં આસપાસની 4થી 5 સોસાયટીમાં આ સમસ્યાઓ છે.

જોકે હાલ તો એક સોસાસટીની બહાર ચૂંટણી બહિષ્કારનું બોર્ડ લાગ્યું છે. ત્યારે આગામી સમયે અન્ય રહીશો પણ સામે આવે તો નવાય નહીં. બીજી તરફ કોરોનાના વધતા કેસ વચ્ચે ચૂંટણી યોજાવા સામે કેટલાક લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં ચૂંટણી સામે 1 રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી અને કલેક્ટરને પોસ્ટકાર્ડ લખવા માટે અપીલ કરાઈ છે. પોસ્ટકાર્ડમાં મતદાનનો બહિષ્કાર કરવાની વાત લખવા અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો