પરીક્ષા શિક્ષકોની, કસોટી સરકારની થઈ:શિક્ષક સજ્જતા કસોટીમાં 1.51 લાખ શિક્ષકોમાંથી 57 હજાર જેટલા શિક્ષકોએ જ પરીક્ષા આપી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેટલાક પરીક્ષા ખંડોમાં એક જ શિક્ષક કસોટી આપવા હાજર રહ્યા હતા. - Divya Bhaskar
કેટલાક પરીક્ષા ખંડોમાં એક જ શિક્ષક કસોટી આપવા હાજર રહ્યા હતા.
  • સવારથી જ સોશિયલ મીડિયા પર પરીક્ષાનો વિરોધ, ઠેર ઠેર બહિષ્કાર
  • રૂ. 4200ના ગ્રેડ પે મુદ્દે મહાનગરપાલિકાના શિક્ષકોનો સજ્જડ બંધ

પ્રાથમિક શિક્ષકોની ગુણવત્તા ચકાસણી માટે શિક્ષક સજ્જતા કસોટી મંગળવારે વિરોધ અને સમર્થનના વિવાદ વચ્ચે લેવાઈ હતી. શૈક્ષણિક સંઘના શિક્ષકોએ સોશિયલ મીડિયા સહિત સ્થાનિક સ્તરે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો પૈકી કેટલાકે પરીક્ષા આપી તો કેટલાક અળગા રહેતા શિક્ષકોની પરીક્ષા લેવાની કસોટી સરકારને આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. શૈક્ષણિક સંઘે શિક્ષકોના પ્રશ્નો ઉકેલાય નહીં તો આંદોલનની જાહેરાત કરી હતી. રાજ્યમાં 1.83 લાખ શિક્ષકોમાંથી 1,51,255 શિક્ષકો પરીક્ષાને પાત્ર હતા, જેમાંથી 57 હજાર ઉપરાંતે પરીક્ષા આપી હતી. પરીક્ષામાં 37 ટકા શિક્ષકો હાજર રહ્યા હોવાનો દાવો સરકારે કર્યો હતો. મનપા સંચાલિત સ્કૂલોના 15 હજાર શિક્ષકોએ રૂ.4200 ગ્રેડ પેની માગ સાથે પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.

બહિષ્કારની અપીલ કરનારાને નોટિસ
આરએસએસ પ્રેરિત શૈક્ષણિક સંઘના આણંદના હોદ્દેદાર મિતેશ મેકલીને સોશિયલ મીડિયામાં પરીક્ષાનો બહિષ્કાર કરવાની અપીલ કરતા ડીપીઓએ કારણદર્શક નોટિસ ફટકારી છે. સંઘના પ્રમુખ ઘનશ્યામ પટેલે નોટિસ બાબતે સરકાર જવાબ નહીં આપે તો કાર્યવાહી કરીશું.

અમદાવાદ મ્યુનિ.ની સ્કૂલોના 4 હજાર શિક્ષકમાંથી આશરે 1 હજાર હાજર રહ્યા
શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, બાવળા, ધોલેરા, સાણંદ, ધોળકા, ધંધુકા, વિરમગામ, દેત્રોજ, માંડલ તાલુકાની 695 પ્રાથમિક સ્કૂલોના 5267 શિક્ષકમાંથી 1517 શિક્ષક સજ્જતા કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 3750 શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. શિક્ષકોની આશરે 28.80 ટકા હાજરી જોવા મળી હતી. બીજી તરફ મ્યુનિ.ની પ્રાથમિક વિભાગની સ્કૂલોના આશરે 4 હજાર શિક્ષકોમાંથી આશરે 1 હજાર જેટલા શિક્ષકોએ જ સજ્જતા સર્વેક્ષણ એટલે કે સજ્જતા કસોટી આપી હતી.

પ્રાથમિક શિક્ષક સંઘના કેટલાક શિક્ષકો ગેરહાજર
પ્રાથમિક શિક્ષણ સંઘે પરીક્ષાને સમર્થન જાહેર કર્યું હતું. જોકે આ વિવાદમાં પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો હતા તે શિક્ષકો પણ પરીક્ષામાં જોડાયા ન હતા. આ શિક્ષકોએ તેમના સંઘના આદેશને અવગણી પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...