ગાંધીનગર શહેરમાં સંસ્કૃતિ કંજુ ખાતે વસંતોત્વસનું નાગરિકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે 11થી 20 માર્ચ દરમિયાન વસંતોત્સવનું આયોજન કરાયું છે. સાબરમતી નદીના પટની કોતરોમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે, કુદરતના ખોળે બનેલા સંસ્કૃતિક કુંજમાં વસંત ઉત્સવ દર વર્ષે ઉજવાય છે.
ઉત્સવમાં દસ દિવસ દરમિયાન રોજના છ થી સાત લોક નૃત્ય અહીં રજૂ કરવામાં આવશે. જેમાં આ વર્ષે ગુજરાતના સુપ્રસિધ્ધ ગરબા ઉપરાંત ડાંગ જિલ્લા દ્વારા ડાંગી નૃત્ય, તાપી જિલ્લામાંથી ઢોલ નૃત્ય, ભરૂચ જિલ્લાનું પ્રસિધ્ધ સીદ્દી ધમાલ નૃત્ય, છોટા ઉદેપુરથી રાઠવા હોળી નૃત્ય, નર્મદા જિલ્લાથી મેવાસી નૃત્યની અહીં પ્રસ્તુતિ માણી શકાશે. તથા તુરી બારોટ સમાજના લુપ્ત થતા જતા મેવડો, મરચી ,બેડા નૃત્ય તથા સળગતો ગરબો, મંજીરા રાસ વગેરે નૃત્યકૃતિ પણ કલારસિકો માણી શકશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના લોક નૃત્યો.
વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર રાજસ્થાન ઉદયપુરના સહયોગથી પંજાબ, રાજસ્થાન, આસામ, છતિસગઢ, હરિયાણા , પંશ્ચિમ બંગાળ, મણિપુર, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઓડિસા વગેરે રાજ્યોના લોકનૃત્યની પ્રસ્તુતિ પણ અહીં રજુ કરવામાં આવશે. આ વર્ષે ઉત્સવ દરમ્યાન ઓસમાન મીર, અભિતા પટેલ, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, ભાવિન શાસ્ત્રી, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, અનિરુધ્ધ આહીર, દેવ ભટ્ટ, લોક સંગીતને પ્રસ્તુત કરતા મેઘધનુષ બેન્ડ વગેરેને લાઈવ સાંભળવાનો અવસર કલાપ્રેમીઓ લઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.