બદલી:રાજ્ય સરકારે 9 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા, સાબરકાંઠા અને ડાંગ જિલ્લાને મળ્યા નવા કલેક્ટર

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફા� - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફા�
  • IAS એચ.કે કોયાને સાબરકાંઠા તથા IAS એ.એમ શર્માને ડાંગના કલેક્ટરની જવાબદારી સોંપાઈ.
  • અન્ય 7 IAS અધિકારીઓની જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક કરાઈ.

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકારે હાલ સરકારી અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજ્યના બે IAS અધિકારીઓની સાબરકાંઠા તથા ડાંગ જિલ્લામાં કલેક્ટર તરીકેની નિમણૂંક કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ 9 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

બે IASને સાબરકાંઠા અને ડાંગમાં કલેક્ટરની જવાબદારી
જેમાં રાજ્યના બે જિલ્લાઓમાં કલેક્ટરની પણ બદલી કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં DDOની જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. હવે તેમના સ્થાને કલેકટર તરીકે એચ.કે કોયા જવાબદારી સંભાળશે. IAS એચ.કે કોયા હાલમાં સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આવી જ રીતે IAS એ.એમ શર્માને ડાંગ-આહવા જિલ્લાના કલેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં હરજીભાઈ કે. વઢવાણિયા તેનો એડિશનલ ચાર્જ સંભાલી રહ્યા હતા.

કયા કયા IAS અધિકારીઓની બદલી કરાઈ?

એ.એમ શર્મા

કલેકટર ડાંગ

એચ.કે કોયા

કલેકટર સાબરકાંઠા

કે.એલ બચાણીDDO ખેડા
ડી.એસ ગઢવી

DDO સુરત

કે.ડી લાખાણી

DDO તાપી વ્યારા

પી.ડી પલસાણા

DDO નર્મદા

ડીડી કાપડિયા

DDO વ્યારા

એ.બી રાઠોડ

DDO ગોધરા

રવિન્દ્ર ધ્યાનેશ્વર

DDO સોમનાથ

રાજ્ય સરકારે 9 IAS અધિકારીઓની બદલી કરી
રાજ્ય સરકારે 9 IAS અધિકારીઓની બદલી કરી
સાબરકાંઠા અને ડાંગને બે નવા કલેક્ટર મળ્યા
સાબરકાંઠા અને ડાંગને બે નવા કલેક્ટર મળ્યા
7 IASને DDOની જવાબદારી સોંપાઈ
7 IASને DDOની જવાબદારી સોંપાઈ