તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:રાજ્ય સરકારે વધુ 4 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા, એ.એમ શર્મા પોરબંદર અને બી.કે પંડ્યાની ડાંગના કલેક્ટર તરીકે નિમણૂંક

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્ય સરકારે 4 દિવસમાં જ વધુ 4 IAS અધિકારીઓના ટ્રાન્સફર કર્યા

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકારે હાલ સરકારી અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજ્યના 4 IAS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. 8મી મેના રોજ પણ સરકારે 9 IAS અધિકારીઓને બદલી માટે આદેશ આપ્યા હતા. જેમાં બે અધિકારીઓની કલેક્ટર તરીકે તથા 7 IAS અધિકારીઓને DDO તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ કુલ 4 દિવસમાં 13 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગુજરાતના 4 IAS અધિકારીની બદલી
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં IAS એ.એમ. શર્માની પોરબંદર કલેક્ટર તરીકે, જ્યારે IAS બી.કે પંડ્યાની ડાંગના કલેક્ટર તરીકે નિમણૂંક કરાઈ છે. ડી.એન મોદીની ICDSના ડાયરેક્ટર તરીકે, ગાર્ગી જૈનની મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી તરીકે કરાઈ બદલી કરવામાં આવી છે. આ પહેલા 8મી મેના રોજ IAS અધિકારી એ.એમ શર્માને ડાંગના કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ હતી. જોકે હવે તેમને પોરબંદરના કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

બે IASને સાબરકાંઠા અને ડાંગમાં કલેક્ટરની જવાબદારી
જેમાં રાજ્યના બે જિલ્લાઓમાં કલેક્ટરની પણ બદલી કરાઈ છે. જ્યારે 7 IAS અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં DDOની જવાબદારી સોંપવામાં આવી છે. સાબરકાંઠા-હિંમતનગરના કલેકટરની વધારાની જવાબદારી અત્યાર સુધી ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ નિભાવી રહ્યા હતા. હવે તેમના સ્થાને કલેકટર તરીકે એચ.કે કોયા જવાબદારી સંભાળશે. IAS એચ.કે કોયા હાલમાં સુરતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આવી જ રીતે IAS એ.એમ શર્માને ડાંગ-આહવા જિલ્લાના કલેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં હરજીભાઈ કે. વઢવાણિયા તેનો એડિશનલ ચાર્જ સંભાલી રહ્યા હતા.

કયા કયા IAS અધિકારીઓની બદલી કરાઈ?

એ.એમ. શર્માકલેક્ટર, પોરબંદર
બી.કે પંડ્યાકલેેક્ટર, ડાંગ
ડી.એન મોદીડાયરેક્ટર ICDS
ગાર્ગી જૈન

ડેપ્યુટી સેક્રેટરી, મહિલા અને બાળ વિકાસ વિભાગ

એચ.કે કોયાકલેકટર સાબરકાંઠા
કે.એલ બચાણીDDO ખેડા
ડી.એસ ગઢવીDDO સુરત
કે.ડી લાખાણીDDO તાપી વ્યારા
પી.ડી પલસાણાDDO નર્મદા
ડીડી કાપડિયાDDO વ્યારા
એ.બી રાઠોડDDO ગોધરા
રવિન્દ્ર ધ્યાનેશ્વરDDO સોમનાથ
સરકારનો પરિપત્ર
સરકારનો પરિપત્ર