વાવોલ પુન્દ્રાસણ વચ્ચે વિદ્યુતનગર ટાઉનશીપ મુકવામાં આવી હતી. જેમાં અનેક ગ્રાહકો દ્વારા પ્લોટ બુક કરાવવામાં આવ્યા હતા. જેમાં કલોલ ઇફ્કોના ચીફ ઓફિસર દ્વારા પણ 10.91 લાખ રૂપિયા આપી પ્લોટ બુક કરાવવામાં આવ્યો હતો. પરંતુ 5 વર્ષે પણ પ્લોટ આપવામાં આવ્યો ન હતો. લોન માટે સહિ સિક્કા કરી આપ્યા પછી પ્લોટ આપ્યો ન હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરતા 10.91 લાખ વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરાયો હતો.
મળતી માહિતી મુજબ વર્ષ 2011માં વિદ્યુતનગર ટાઉનશીપ 3 પુન્દ્રાસણ પાસે એક પ્લોટિંગ સ્કીમ મુકવામાં આવી હતી. જેમાં અનેક લોકોએ પ્લોટ બુક કરાવ્યા હતા, પરંતુ બુકિંગ કરાવનારને પ્લોટ મળ્યા ન હતા અને ભરેલા નાણાં પણ મળ્યા ન હતા. જેમાં કલોલ ઇફ્કોમાં ફરજ બજાવતા ચીફ ઓફિસર સતિષ અમૃતલાલ ત્રિવેદીએ એક પ્લોટ બુક કરાવ્યો હતો. જેના બિલ્ડરને 10.91 લાખ રૂપિયા રોકડ અને ચેક દ્વારા આપવામાં આવ્યા હતા. બિલ્ડર કેશરીસિંહ શિવસિંહ ચૌહાણ ( પ્લોટ નંબર 96, ઉર્જાનગર ટાઉનશીપ વિભાગ 2, કુડાસણ) દ્વારા પ્લોટ આપવામાં આવ્યો ન હતો.
ટાઇટલ ક્લિયર પ્લોટની સ્કીમ હોવાનંુ જણાવી જાહેરાત કરી હતી. જેમાં તમામ સુવિધાઓ આપવાના વચનો અપાયા હતા અને પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાની ગ્રાહકને ખાતરી આપી હતી. જેથી સતિષભાઇએ 200 ચોરસવારનો પ્લોટ બુક કરાવ્યો હતો. જેમાં કેશરીસિહ દ્વારા અશોક ભવાનભાઇ પટેલ અને પ્રવિણ ભીખાભાઇ પાનસુરિયાએ અંદરો અંદર જમીન સંપાદન કરી દીધુ હતુ. ત્યારબાદ પ્લોટ બુક કરાવનાર સતિષભાઇએ એલોટમેન્ટ લેટર આપ્યો હતો. જમીન ખરીદીમાં વધારે સમય જશે તેમ કહી કેશરસિંહ, કુલદીપસિંહ, રુપાબેન ચૌહાણ અશોક પટેલ અને કેયુર પટેલના નામે કરી દીધી હતી.
ગ્રાહકને પ્લોટ માટે લોન લેવાની હોવાથી કેશરીસિંહ દ્વારા લોન અરજીમાં સહિ સિક્કા કરી આપવામાં આવ્યા હતા. પરંતુ ત્યાર પછી ફોન ઉપાડવાનુ જ બંધ કરી દીધુ હતુ. જેથી ગ્રાહક સતિષભાઇએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ કરવામાં આવતા કેશરીસિંહ, તેમનો પુત્ર કુલદીપસિંહ અને પત્ની સ્વરૂપબાને વર્ષ 2016થી 10.91 લાખ 9 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવા આદેશ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.