ધારાસભ્યો પર IBની વોચ:જૂથમાં ભેગા ન થવા આદેશ અપાયો; દિવસભર અલગ-અલગ બેઠકો થઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી બનનારાંને મૌખિક રીતે વરિષ્ઠ નેતાઓ સૂચના આપશે, સીધા રાજભવન બોલાવાશે
  • પાટીલ, રૂપાણી, નીતિન પટેલ અને પંકજ દેસાઈને ધારાસભ્યોને કંટ્રોલ કરવા જવાબદારી અપાઈ

મંગળવારે રાત્રે જ પક્ષના તમામ ધારાસભ્યોને દસ વાગ્યે ગાંધીનગર પહોંચવાની સૂચના અપાઇ હતી. જોકે મોટાભાગના ધારાસભ્યો મંત્રીપદ મળવાની આશાએ ગાંધીનગરમાં જ હતા. આ તરફ નો રિપીટ થિયરી આવી જતાં ધારાસભ્યો પોતાના નિવાસસ્થાનને બદલે અલગ-અલગ નેતાઓને ત્યાં અથવા તો જૂથ બનાવીને અજ્ઞાત સ્થળોએ મુલાકાતો કરતા રહ્યા.

રાજભવન પહોંચવાનો આદેશ આવે ત્યારે ત્યાં પહોંચવાનું હતું, પરંતુ આ આદેશની રાહ જોવાને બદલે તમામ ધારાસભ્યો અલગ-અલગ ચોકઠાંમાં ગોઠવાયાં હતાં. આ બધી દોડધામ વચ્ચે સરકારી તંત્રએ તમામ ધારાસભ્યો પર આઇબીની વોચ ગોઠવી દીધી છે અને ધારાસભ્યોને પક્ષ તરફથી મૌખિક આદેશ આપવામાં આવ્યો કે કોઇએ જૂથમાં ભેગાં થવું નહીં અને પોતાના ઘરમાં જ રહેવું.

પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉત્તર ગુજરાતના જે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે તેમને નીતિન પટેલ સંદેશ પાઠવશે. તે જ પ્રમાણે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વિજય રૂપાણી, મધ્ય ગુજરાતના ધારાસભ્યોને પંકજ દેસાઇ તથા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સી આર પાટીલ રાજભવન શપથ લેવા માટે પહોંચવાનો નિર્દેશ ફોન કરીને કરશે. જો કે મોડી રાત સુધી કોઇ ધારાસભ્યોને આ મુજબના ફોન આવ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...