તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:ગાંધીનગર જિલ્લાના ગામડામાં LEDને લગતાં કામોની TDOનેે ખાતરી કરવા આદેશ

ગાંધીનગર​​​​​​​16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક સુવિધાઓનાં 100 ટકા કામો પૂર્ણ કરી દેવાયાં
  • DDOએ કરેલા હુકમની અમલવારી કરાશે

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોમાંથી પ્રાથમિક સુવિધાઓના 100 ટકા કામો પૂર્ણ થઇ ગયા છે. તેમાંય એલઇડીને લગતા કામોની અગત્યતા જણાતી હોય તો તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાત લઇને ખાતરી કર્યા બાદ જ આવા કામો કરવાનો જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે.તેના કારણે હવે આવી માહિતી મેળવવાનુ શરૂ કરવામા આવશે.

ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો ગુણવત્તાસભર થાય તેમજ કામોમાં પારદર્શકતા જળવાઇ રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શાલીની દુહાને જરૂરી સુચનાઓ આપી છે. જિલ્લા િવકાસ અધિકારીએ આદેશ કર્યો છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને લગતા કામોમાંથી પ્રાથમિક જરૂરીયાતને લગતા 100 કામો પૂર્ણ થઇ ગયા છે. ત્યારે જ્યારે જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી જ્યારે એલઇડીની લગતા કામો આવે ત્યારે તેની તાલુકા વિકાસ અધિકારીએ રૂબરૂ જઇને ખાતરી કર્યા બાદ જરૂરીયાત જણાય તો જ એલઇડીને લગતા કામો કરવાના રહેશે.

વધુમાં એલઇડી લાઇટના લગતા કામો માટે નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રીક ડિવિઝન, સચિવાલય ગાંધીનગર દ્વારા રજુ કરેલા સ્પેસીફિકેશન મુજબ તેમજ સરકારની માર્ગદર્શિકા અંતર્ગત જ કામગીરી કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી શાલિની દુહાને તમામ અમલીકરણ અધિકારીઓને પરિપત્ર કર્યો છે. એલઇડીની ખરીદી એનબીએલ લેબ ટેસ્ટીંગવાળી હોવી જરૂરી છે. વધુમાં ઇરડા વડોદરા દ્વારા લેબ ટેસ્ટીંગ થયેલી અને આઇએસઆઇનું ચાલુ વર્ષનું પ્રમાણપત્રવાળી જ એલઇડી લગાવવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો