કલેક્ટરનો આદેશ:લમ્પીને નાથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવા આદેશ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલેરિયા ખાતાને કલેક્ટરનો આદેશ

લમ્પી રોગચાળાને નાથવા જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી સઘન કરવાની જિલ્લા મેલેરીયા અધિકારીને જિલ્લા કલેક્ટરને આદેશ કર્યો છે. ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પશુઓની અવર જવર નિયંત્રણ થાય તે માટે ખાસ તકેદારી રાખવા ડીએસપીને કલેક્ટરે સુચના આપી છે. લમ્પી રોગચાળાનો જિલ્લામાં પગપેસારો થયો નથી. પરંતુ સલામતીના ભાગરૂપે લમ્પી રોગચાળાને પગલે લપ્મી સ્કીન ડિસીઝના બચાવ અને નિયંત્રણ માટે જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગની બેઠક મળી હતી.

તેમાં લમ્પી સ્કીન ડિસીઝના ફેલામાં મચ્છર, ઇતડી, માખી મહત્વનો ભાગ ભજવે છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં પશુ બાંધવામાં આવતા વાડા તેમજ ગમાણ વિસ્તારમાં સ્વચ્છતા તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવની કામગીરી અસરકારક રીતે કરવાની જિલ્લા કલેક્ટરે જિલ્લા મેલેરીયા અધિકારીને આદેશ કર્યો છે.

ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પશુઓની અવર જવર થાય નહી તે માટે ખાસ તકેદારી રાખવા જિલ્લા પોલીસ વડાને જિલ્લા કલેક્ટરે સુચના આપી છે. વધુમાં દૈનિક સર્વેની કામગીરીનો રિપોર્ટ કરવાનો જિલ્લા પશુપાલન અધિકારીને કલેક્ટરે આદેશ કર્યો છે. વધુમાં મધુર ડેરી, દૂધ સાગર ડેરી તેમજ ઉત્તમ ડેરીના દૂધસંઘ દ્વારા જિલ્લામાં પશુચિકિત્સા અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...