હુકમ:PMના કાર્યક્રમમાં કમ્પલેટ મિકેનિકલી રોડ વર્ધીલાયક બસ મોકલવા આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓછા કિમીવાળી બસો મોકલવાની રહેશે

નવીન ટેકનોલોજીવાળા રીજનરેશન ઓટોમેટીક વાળી બસો વડાપ્રધાનના દાહોદ ખાતેના કાર્યક્રમોમાં બસો મોકલવાનો રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને એસ ટી નિગમે આદેશ કર્યો છે. ઉપરાંત બસોને એકદમ સ્વચ્છ કરીને અને ઓછા કિમીવાળી બસો મોકલવા સહિતનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આગામી 20એપ્રિલના રોજ દાહોદ ખાતે યોજનાર વડાપ્રધાનના કાર્યક્રમમાં બસો કેવા પ્રકારની મોકલવી તેનો રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને એસ ટી નિગમે આદેશ કર્યો છે. તેમાં બસ કમ્પલેટ મીકેનીકલી રોડ વર્ધીલાયક હોવું જોઇએ. ઉપરાંત ઓછા કિમીની બસો દોડાવવી તેમજ દરેક બસનો નંબર તેમજ ડ્રાઇવર નંબરને જીપીએસ સિસ્ટમમાં લખવાનો રહેશે.

કાર્યક્રમમાં મોકલવાની બસનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવડાવીને બ્રેક કડીશન, સ્પ્રીંગો-બ્રેકેટની કંડીશન, સ્ટીયરીંગ, હેડલાઇટ, ટેઇલ લાઇટ, સાઇડ સીગ્નલ, પેસેન્જર ડોર લોક, ઇમરજન્સી બ્રેક, સાઇડ ગ્લાસ તેમજ ગીયર બોક્ષ, ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, એન્જીન, ક્રાઉન પીનીયન, જોઇન્ટ લાઇન, સેલ્ફ સ્ટાર્ટરની કંડીશન કમ્પ્લેટ ચકાસણી કરીને બસને મોકલવાની રહેશે. ઉપરાંત બસના છેલ્લા માસની ડિફેક્ટ સ્લીપોની ચકાસણી કરીને તે મુજબની કામગીરી કરાવી લેવી.

અન્ય સમાચારો પણ છે...