બોપલમા રહેતા શિક્ષક દ્વારા તેની જ સોસાયટીમા રહેતી બહેનને નોકરી અપાવવાનુ કહ્યુ હતુ. જેને લઇને 10.50 લાખ રૂપિયા શિક્ષકે લીધા હતા. સમય જતા નોકરી તો મળી ન હતી. પરંતુ નાણા પણ પરત મળતા ન હતા. જેને લઇને બહેનના ભાઇએ શિક્ષક સામે કોર્ટમા ફરિયાદ કરતા કોર્ટ દ્વારા શિક્ષકને તમામ રકમ 6 ટકા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો.
બોપલના યશ બંગલોમા રહેતા રમેશ ભરવાડ શિક્ષક તરીકે નોકરી કરે છે.તેમની જ સોસાયટીમા રહેતા એક બહેન સાથે પરિચય હતો. બહેનના ઘરે તેના નરોડામા રહેતા ભાઇ યોગેશ છોટાભાઇ પટેલ આવન જાવન કરતા હતા. જેને લઇને બહેને તેમના ભાઇને તેમની જ સોસાયટીમા રહેતા રમેશ ભરવાડ નોકરી અપાવવાનુ કહી રહ્યા છે તેવી વાત કરતા ભાઇ બહેનને નોકરી મળે તે માટે નાણાં આપવા તૈયાર થઇ ગયા હતા. બહેનની નોકરી માટે 10.50 લાખની માંગણી કરવામા આવી હતી. ત્યારબાદ બંને ભાઇ બહેને શિક્ષક રમેશ ભરવાડને આપેલા 10.50 લાખ પરત માગ્યા હતા.
પરંતુ નાણાં પરત કરાતા ન હતા. ત્યારે રોકડમા આપેલા નાણાં ચેકથી આપવા તૈયાર થયા પછી અલગ અલગ તારીખના ત્રણ ચેક અપાયા હતા. ચેક ગાંધીનગરની એસબીઆઇ બેંકમા જમા કરાવતા બાઉન્સ થયા હતા.જેને લઇને યોગેશ પટેલે શિક્ષક સામે ગાંધીનગર કોર્ટમા ફરિયાદ દાખલ કરી હતી. 12 ડીસેમ્બર 2020મા ચેક પરત થયા પછી કેસ દાખલ કરાયા બાદ વકીલ ચિંતન ત્રિવેદીની દલીલોના આધારે શિક્ષકને કસુરવાર ઠેરવી જજ કુ. કે.એમ.ભટ્ટ દ્વારા 10.50 લાખ 6 ટકા વ્યાજ સહિત ચૂકવવા આદેશ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.