તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Order To Register An Offense Against VLCC Healthcare For Non payment Of Gratuity; An Investigation By The Department Of Labor And Employment Caught Irregularities

કાર્યવાહી:ગ્રેચ્યુઇટી નહીં ચૂકવનારી VLCC હેલ્થકેર સામે ગુનો નોંધવા આદેશ; શ્રમ અને રોજગાર વિભાગની તપાસમાં ગેરરીતિ પકડાઈ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેનલ્ટી પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે

અમદાવાદ એસજી હાઇવે પરના બાલેશ્વર સ્ક્વેર ખાતે આવેલા વીએલસીસી હેલ્થકેર અને વેલનેસ સેન્ટર દ્વારા કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચુકવણી નહીં કરાતા શ્રમ અને રોજગાર વિભાગે ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો છે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું કે કર્મચારીઓ ગ્રેચ્યુઇટી એક્ટ 1972 હેઠળ ગ્રેચ્યુઇટી મેળવવાના હકદાર છે. વીએલસીસી દ્વારા ગ્રેજ્યુઇટીની ચુકવણી થતી નહીં હોવાની ફરિયાદો મળતા શો કોઝ નોટિસ આપીને શ્રમ વિભાગ દ્વારા ચેકિંગ કરાયું હતું. જે દરમિયાન જણાયું હતું કે ગ્રેચ્યુઇટીની ચુકવણી લંબાવવામાં આવી હતી અથવા તો ચુકવણી જ કરવામાં આવી ન હતી.

આથી વીએલસીસી સામે ગ્રેચ્યુઇટી એક્ટના સેક્શન 9ના પેનલ્ટી પ્રોવિઝન હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ નિયમો લાગુ કરવામાં નિષ્ફળ જશે તો ત્રણ મહિનાથી એક વર્ષ સુધીની સજા અથવા 10થી 20 હજારનો દંડ થઈ શકે છે. શ્રમ વિભાગે આ અગાઉ ઓક્ટોબર મહિનામાં 9 કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમાં કટારીયા ઓટોમોબાઇલ, અમદાવાદ, ટીમલીઝ એલએન્ડટી, રાજકોટ, ડીજી નાકરાણી, વડોદરા, એકતા પ્રિન્ટ્સ, સુરતનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...