કેસનો નિકાલ:લોક અદાલતમાં અકસ્માતના 55 કેસમાં 1.70 કરોડ ચૂકવવા આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 જ દિવસમાં જિલ્લાના 3344 કેસનું સમાધાન કરાતાં અરજદારોમાં રાહત
  • માણસા, કલોલ અને દહેગામમાં પણ લોક અદાલત યોજાઇ

રાજ્યના જિલ્લા સહિત તાલુકાની અદાલતમાં કેસોનો ભરાવો દુર કરવા માટે લોક અદાલતનુ આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લા અને તાલુકામા ગત 11મીના રોજ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા એક જ દિવસમાં 3344 કેસનો નિકાલ કરવામા આવ્યો હતો. તેની સાથે વર્ષોથી ચાલતા અકસ્માતના 55 કેસમા ફરિયાદી પક્ષે 1,70,98,000નુ વળતર ચૂકવવાનો આદેશ પણ કરવામા આવ્યો હતો.

રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળની સૂચના મુજબ સમગ્ર દેશમા એક જ દિવસે લોક અદાલતનુ આયોજન કરાયુ હતુ. ત્યારે ગાંધીનગર જિલ્લાના નીપા રાવલની અધ્યક્ષતામા ગાંધીનગર સહિત, માણસા, કલોલ અને દહેગામની કોર્ટમાં પણ લોક અદાલત યોજાઇ હતી. જેમા સમગ્ર જિલ્લામા એક જ દિવસે કુલ 3344 કેસનુ નિરાકરણ લાવવામા આવ્યુ હતુ. તેની સાથે જ મોટર અકસ્માતના 55 કેસનો ઉકેલ લાવવામા આવ્યો હતો. જેમા ફરિયાદીને 1,70,98,000નુ વળતર ચૂકવવવાનો આદેશ એક જ ઝાટકે કરવામા આવ્યો હતો. સામાન્ય અકસ્માતમા પણ કેસ પોલીસ મથક સુધી લઇ જવામા આવે છે. તેવા કિસ્સામા પણ સમાધાનકારી વલણ જોવા મળ્યુ હતુ.

જ્યારે 2561 કેસમા સમાધાન કરવામા આવ્યુ હતુ. પ્રિ લીટીગેશન લોક અદાલતમા 728 કેસનુ નિરાકરણ લવાયુ હતુ. મુખ્યત્વે અકસ્માતમા વધારે કેસ હોવાથી તેમા સમાધાન કરવામા આવતા કોર્ટનુ ભારણ ઘટી જશે.

આ ઉપરાંત હજુ પણ અનેક કેસ એવા છે, જે સમાધાન કરવાથી તેનુ નિરાકરણ લાવવામા આવી શકે છે. જે કેસ માટે વર્ષોથી અરજદારો ધક્કા ખાતા હતા, તેમા સમાધાન કારી વલણ અપનાવવામા આવતા ભરાવો ઓછો થયો હતો. દહેગામ, કલોલ અને માણસાની કોર્ટમાં પણ અરજદારોના કેસનુ નિરાકરણ લાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...