મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના માનદ વેતન, સુખડી, દૂધ સંજીવનીના બીલો દિન બેમાં ચુકવી દેવાનો આદેશ કર્યો છે. જોકે ગત ફેબ્રુઆરી-2023 સુધીના બીલો બાકી રહેતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લેખિત રજુઆત કરી હતી.
રાજ્યભરની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોષણયુક્ત ભોજન આપવા માટે મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને દર મહિને માનદ વેતન આપવામાં આવે છે. તેમ છતાં છેલ્લા ચાર માસથી માનદ વેતન કર્મચારીઓને આપવામાં આવ્યો નહી.
છેલ્લા પાંચ માસથી સુખડીની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને કોકિંગ કોસ્ટ વધારવાની માંગણી કરવામાં આવી છે. જોકે વર્તમાન સમયમાં રાંધણ ગેસ, મસાલા, દળામણ સહિતના ભાવમાં વધારો થયો છે. તેની સામે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાની કુંકિંગ કોસ્ટમાં વધારો નહી કરીને આર્થિક માર સહન કરવાની મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ફરજ પડી હોવાનું મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ જણાવ્યું છે.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની માંગણીઓને પગલે રાજ્ય સરકારના પીએમ પોષણ યોજનાના સંયુક્ત કમિશનરે આદેશ કર્યો છે કે રાજ્યભરના તમામ તાલુકાઓમાં ફરજ બજાવતા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને માનદ વેતન ફેબ્રુઆરી-2023 સુધીનું એસએનએ પીએફએમએસમાંથી રૂપિયા 1000 લેખે અને આઇએફએમએસમાંથી રૂપિયા 2000, અને રૂપિયા 1500 લેખે દિન બેમાં માનદ વેતન ચુકવવાનો આદેશમાં ઉલ્લેખ કરાયો છે.
વધુમાં ફેબ્રુઆરી-2023 સુધીના દૂધ સંજીવની યોજના હેઠળના તમામ બીલો અને સુખડી યોજનાના બાકી ચુકવણા તાત્કાલિક ચુકવવાના રહેશે. જોકે બીલો તારીખ 19મી, રવિવારે કચેરી ચાલુ રાખીને ચુકવણી કરવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.