આદેશ:તહેવારોમાં હોટલો- રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરવા આદેશ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરસાણ, મીઠાઇ શુદ્ધ મળે તેની તકેદારી રાખવા સૂચના
  • કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. બેઠકમાં કલેકટરે ખોરાક અને ઔષધ નિયમન કચેરીને દિવાળીના તહેવારોમાં જિલ્લાની હોટલોમાં હેલ્ધી ફૂડનું વેચાણ થાય તેની ખાસ તકેદારી રાખવા તથા હોટલો- રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા અંગેની તપાસ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપા ગઢવી દ્વારા જિલ્લાની વ્યાજબી ભાવની દુકાનો, કેટેગરીઅનુસાર રેશનકાર્ડ, એન.એફ..એસ.એ કેટેગરીઅનુસાર રેશનકાર્ડ, પીડીએસ વેબસાઇટમાં થયેલ મોબાઇલ રજિસ્ટ્રેશન, એ.ટી.વી.ટી. અન્વયે મળેલી અરજીઓ અને તે અંગે થયેલી કાર્યવાહી, ઇ-એફ.પી.એસ. હેઠળના ઇ- ટ્રાન્ઝેકશન અને આધાર સિડિંગ તથા વેરીફીકેશનની કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. શુધ્ધ–સાત્વિક ફરસાણ, મીઠાઇ અને અન્ય ખાધ ચીજ વસ્તુઓ મળી રહે તે માટેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.

આ ઉપરાંત બેઠકમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, સુરેશભાઇ પટેલ સહિતના લોકો હાજર રહ્યાં હતા. બેઠકમાં કલેકટરે ખોરાક અને ઔષધ નિયમન કચેરીને આગામી સમયમાં દિવાળીના તહેવારોમાં શુધ્ધ–સાત્વિક ફરસાણ, મીઠાઇ અને અન્ય ખાધ ચીજ વસ્તુઓ મળે તે માટેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...