ચૂંટણી:ચૂંટણીને પગલે પરવાનાવાળાં હથિયારો જમા કરવા આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નજીકના પોલીસ મથકે જમા કરાવવા

વિધાનસભાની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા કલેક્ટરે હથિયાર જમા કરવાનો આદેશ કર્યો છે. જેમાં હથિયારના પરવાના મેળવેલા હોય તેમણે નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયારને જમા કરાવવાના રહેશે.

રાજ્યના ચુંટણી પંચે વિધાનસભાની ચુંટણીની જાહેરાત કરતા આદર્શ આચારસંહિતાની અમલવારી થઇ ગઇ છે. જેમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની કવાયત જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં પરવાનેદાર હથિયારો જમા કરાવવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.

જેમાં રાષ્ટ્રીયકૃત બન્કો, સહકારી બેન્કો, મુખ્ય ધાર્મિક સ્થળો, રાઇફલ ક્લબ અને તેના અધિકૃત સભ્યો, ઔદ્યોગિક એકમો, જાહેર સાહસોના નામે મેળવેલા પરવાનાના રીટેઇનરોએ હથિયાર ધારણ કરતા હોય તેમણે જમા કરવવાના રહેશે. જોકે તેમાં ખાનગી સિક્યોરીટીને બાકાત રાખવામાં આવ્યા છે. ઉપરાંત કલેક્ટર કચેરીમાંથી હથિયારની પરવાના મળેલા હોય તમામે હથિયારને જમા કરાવવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જોકે હથિયાર જમા થયા અંગેનો તથા ચુંટણી પછી હથિયારો પરત કરવા અંગેનો અહેવાલ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ મોકલવાનો આદેશ પણ જિલ્લા કલેક્ટરે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...