તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:શિક્ષણ સહાયકની ખાલી જગ્યાની વિગતો મોકલવા DEOને આદેશ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેક જિલ્લાને નિયત કરેલી તારીખ સુધી માહિતી મોકલવાની રહેશે

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓની વિગતો તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ પાસે મંગાવઈ છે. જોકે શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા માટે દરેક જિલ્લાઓ માટે તારીખ નક્કી કરાઈ છે.

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની કાર્યવાહી આગામી સમયમાં શરૂ કરાય તેવી શક્યતા રહેલી છે. કેમ કે સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓ પાસેથી તાબાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષણ સહાયકની જગ્યાઓની માહિતી મંગાવાઈ છે. જેમાં વય નિવૃત્તિને ધ્યાનમાં રાખીને માહિતી આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ખાલી રહેતી શિક્ષણ સહાયકની માહિતી મોકલવી. જુના શિક્ષક અને શિક્ષણ સહાયકનું પ્રમાણ જાળવવાનું રહેશે. જુના શિક્ષકોને સમાવેશ કર્યા બાદની ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેશે. વર્ષ-2016માં ભરતીમાં સમાવેલી કોઇ ખાલી જગ્યાનો સમાવેશ કરવો નહી. શિક્ષણ સહાયકની ખાલી જગ્યાની માહિતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તેમ અલગ અલગ મોકલવાનું રહેશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે વિષયની અને માધ્યમની ટાટ પરીક્ષા લીધી હોય તે વિષય અને માધ્યમની ખાલી જગ્યાઓ દર્શાવવી.

સરકારના નવા ઠરાવના વર્ગ વધારા કે ઘટાડા તથા ગ્રાન્ટ કાપની સૂચનાઓ ધ્યાનમાં લેવા સહિતની સુચનાઓનો ઉલ્લેખ આદેશમાં કરાયો છે. જોકે શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા માટે દરેક જિલ્લા માટે તારીખ નક્કી કરાઈ. જેમાં તારીખ 1લી, જાન્યુઆરીથી તારીખ 7મી, જાન્યુઆરી-2021 સુધીમાં મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો