શિક્ષણ બોર્ડેની લાલ આંખ:શાળા કક્ષાએ લેવાનારી પરીક્ષાના પેપરની ગુપ્તતા રાખવા DEOને આદેશ

ગાંધીનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શાળાઓમાં પ્રથમ પરીક્ષા ચાલી રહી હોવાથી પેપર ફૂટ્યાની સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચારને પગલે શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પ્રશ્નપત્રની ગોપનીયતા અને વિશ્વસનીયતા નહી નિભાવનારની સામે પગલાં લેવા આદેશ કર્યો છે. રાજ્યમાં ધોરણ-9થી 12ની શાળાકક્ષાની પરીક્ષા ચાલી રહી છે. ગણિત અને વિજ્ઞાનનું પેપર ફૂટ્યાના સમાચાર સોશિયલ મિડિયામાં વહેતા થયા છે. જેને લઇને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે લાલ આંખ કરી છે.

જોકે શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ શાળાકક્ષાની પરીક્ષા માટે પ્રશ્નપત્રો આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ શિક્ષણ બોર્ડે શાળાકક્ષાએ પોતાના પ્રશ્નપત્રો કાઢીને પરીક્ષા લઇ શકશે તેવો આદેશ કર્યો હતો. તેમ છતાં રાજ્યભરની 80 ટકાથી વધુ શાળાઓએ બોર્ડના પ્રશ્નપત્રોનો ઉપયોગ કરી રહી છે. તેની પાછળ શાળા દ્વારા પ્રશ્નપત્રો છાપવાની કામગીરી કરી દેવામાં આવી હતી.

શાળાકક્ષાની પરીક્ષામાં પેપર ફૂટ્યાના વહેતા થતા સમાચારને પગલે બોર્ડના પરીક્ષા સચિવે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે કે બોર્ડ દ્વારા પ્રશ્નપત્રો સોફ્ટ કોપી આપવામાં આવી છે. ત્યારે જે શાળાએ બોર્ડના પ્રશ્નપત્રનો વિકલ્પ સ્વિકાર્યો હોય અને બોર્ડના સમયપત્રકનું પાલન કર્યું નથી. તેવા કિસ્સાઓમાં આપની કક્ષાએ તપાસ કરીને જવાબદારોની સામે પગલાં લેવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...