હુકમ:મેના અંત સુધીમાં પ્રાથમિક શિક્ષકોના વિકલ્પ અને વધ ઘટના કેમ્પો કરવા આદેશ

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય શિક્ષકોના વધ અને ઘટના કેમ્પો કરવા નહી
  • કેમ્પો નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં પૂર્ણ કરવાના રહેશે
  • જિલ્લાફેર બદલીની સૂચના બાદમાં અપાશે

રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ચાલુ માસના અંત સુધીમાં વિકલ્પ અને વધ ઘટના કેમ્પો કરી દેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જ્યારે મુખ્ય શિક્ષકોના વધ-ઘટના કેમ્પો નહી કરવાનો આદેશ કર્યો છે.

રાજ્યભરની પ્રાથમિક શાળાઓના શિક્ષકોના વધ અને ઘટના કેમ્પો કરવાની માંગણી સારસ્વતોમાં ઉઠવા પામી હતી. શિક્ષકોની માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે રાજ્યભરની પ્રાથમિક શિક્ષકોના વધ-ઘટના અને વિકલ્પના બદલી કેમ્પો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગે કરેલા આદેશ મુજબ પ્રાથમિક શિક્ષકોના વિકલ્પ કેમ્પ આગામી તારીખ 9મી, મેથી તારીખ 16મી, મે-2022 સુધીમાં કરવાના રહેશે. જ્યારે પ્રાથમિક શિક્ષકોના વધ ઘટના કેમ્પો આગામી તારીખ 17મી, મેથી તારીખ 25મી, મે-2022 સુધીમાં કરવાના રહેશે. જોકે બદલીના કેમ્પોમાં મૂળ શાળામાં દાખલ તારીખ ધ્યાનમાં લઇને સિનીયોરીટી ગણવાની રહેશે.

પ્રાથમિક શિક્ષકોના વધ ઘટના કેમ્પો નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં પૂર્ણ કરવાના રહેશે. આ ઉપરાંત આદેશમાં મુખ્ય શિક્ષકના વધ ઘટના કેમ્પો કરવા નહી તેમ પણ જણાવવામાં આવ્યુ છે આ ઉપરાંત ઓનલાઇન આંતરિક જિલ્લાફેર બદલીની સુચના હવે પછી અપાશે તેવો પ્રાથમિક શિક્ષણ નિયામકના આદેશમાં ઉલ્લેખ કરાયો છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ચાલુ માસના અંત સુધીમાં વિકલ્પ અને વધ ઘટના કેમ્પો કરી દેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે ત્યારે આગામી દિવસોમાં આ અંગે આયોજન થશે.

અન્ય સમાચારો પણ છે...