તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:STના સોફ્ટવેરમાં બસના સમયપત્રક, સંચાલનમાં એકસૂત્રતા લાવવા આદેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક્સપ્રેસ, લોકલ રૂટોના સમયપત્રક, સંચાલનમાં વિસંગતતાની ફરિયાદ

એસ ટી નિગમ દ્વારા લોકલ અને એક્સપ્રેસ એસ ટી બસોના સમયપત્રક તેમજ સંચાલન સહિતની ઓનલાઇન માહિતી મળે તે માટે એપ્લિકેશન બનાવી છે. પરંતુ બસના સમયપત્રકમાં અને સંચાલનમાં વિસંગતતાને લીધે મુસાફરોને હાલાકી પડતા એસ ટી નિગમમાં રજુઆત કરી હતી. આથી નિગમ સંચાલિત તમામ ડેપોને બસોના સમયપત્રક અને સંચાલનની એકસૂત્રતા જાળવવા નિગમે આદેશ કર્યો છે.

એસટી નિગમ દ્વારા રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારો, પાલિકા વિસ્તાર અને મહાનગર પાલિકા વિસ્તારમાં લોકલ અને એક્સપ્રેસ બસો દોડાવવામાં આવે છે. એસ ટી બસો નિયત સમયપત્રકનું પાલન કરે તે માટે તમામ બસોમાં જીપીઆરએસ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. આથી બસોનું ટાઇમટેલબ જળવાતા મુસાફરોને સમયસર બસો મળી રહે છે. એસ ટી નિગમ દ્વારા આધુનિક ટેકનિકનો ઉપયોગ મુસાફરોને ઘરે બેઠા લોકલ અને એક્સપ્રેસ બસોનું સમયપત્રક અને રૂટ ઘરે બેઠા જોઇ શકે તે માટે વિવિધ સોફ્ટવેર એપ્લિકેશન બનાવી છે. નિગમની એપ્લીકેશનમાં અલગ અલગ લોકલ અને એક્સપ્રેસ રૂટની બસો હાલમાં ક્યાં છે સહિતની જાણકારી મળી રહે છે.

પરંતુ નિગમ દ્વારા બનાવેલી એપમાં લોકલ અને એક્સપ્રેસ બસોના રૂટો એસ ટી નિગમના સમયપત્રક મુજબ દોડાવવામાં આવતી નથી. નિગમની બસોના સમયપત્રક અને સંચાલનમાં ત્રુટી હોવાની મુસાફરોની રજુઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે તાબાના તમામ ડેપોના મેનેજરોને આદેશ કર્યો છે કે તમામ સર્વિસો મંજુરી મુજબના તેમજ હંગામી એકસ્ટ્રા સર્વિસોની તમામ ટ્રીપો ઓપીઆરએસ અને જીપીએસ મોડ્યુલમમાં અપડેટ કરવી. આ કામગીરી આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરીને તે અંગેનો રિપોર્ટ નિગમને મોકલી આપવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો