આદેશ:અમદાવાદ જિલ્લા પેન્શનર ચૂકવણી કચેરીને વધુ જગ્યા ફાળવવા હુકમ

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 65000 થી વધુ પેન્શનર અને રેકોર્ડ સાચવવા માટે હાલની 466 ચો.મીટર જગ્યા નાની પડે છે

ગુજરાત સરકારના નાણાવિભાગે માર્ગ અને મકાન વિભાગ સચિવને પત્ર લખી અમદાવાદ જિલ્લાના 65 હજારથી વધુ પેન્શનર માટે લાલદરવાજા સ્થિત પેન્શન ચુકવણી કચેરીનું મકાન નાનું પડતું હોઈ દસક્રોઈના પેન્શનરોની માગને ધ્યાનમાં લઈ બીએસએનએલની બીન ઉપયોગી જગ્યા કાયમી પેન્શન ચુકવણી કચેરીને ફાળવવા હુકમ કર્યો છે. જેતલપુરના નિવૃત્ત શિક્ષક અને પેન્શનર ભીખાભાઇ પટેલ સહિતના અરજદારોએ કરેલી અરજીના સંદર્ભમાં ગુજરાત રાજ્યના નાણાં વિભાગે માર્ગ અને મકાન વિભાગ સચિવ ગાંધીનગર ને પત્ર લખી અમદાવાદ બહુમાળી મકાન લાલ દરવાજા ભારત સંચાર નિગમની બિન ઉપયોગી 156 ચો. મીટર જમીન ફાળવવા જણાવ્યું છે.

પેન્શન ચુકવણી કચેરી 1997મા બહુમાળી મકાન લાલદરવાજા અમદાવાદ ખાતે તબદીલ થઈ ત્યારે 25000 પેન્શનરો માટે 466 ચો.મીટર જમીન ફાળવી હતી. પરંતુ દિન પ્રતિદિન પેંશનરો વધી 65000 થી વધુ થતા તેમજ 3 અધિકારી અને 62 કર્મચારી માટે 466 ચો.મીટર જમીન ઓછી પડતા ભીખુભાઇ પટેલે વધુ જગ્યા ફાળવવા નાણાં વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી.અરજદારોની માગણીને ધ્યાનમાં લઈ અમદાવાદ બહુમાળી મકાનના એ - બ્લોક મા ભારત સંચાર નિગમની 156 ચો.મીટર જગ્યા ઘણા સમયથી ખાલી પડેલ છે તે જગ્યા ફાળવવામાં આવે તો પ્રશ્ન હલ થાય તેમ હોય એવી રજુઆત નવેમ્બર 2021માં અમદાવાદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ઇજનેરને કરવામાં આવી હતી.

ડિસેમ્બર 2021 સુધી જગ્યા ફાળવી નથી આથી ફેબ્રુઆરીમા પુનઃ રજૂઆત કરતો પત્ર નાણાં વિભાગે જિલ્લા માર્ગ મકાન ઇજનેરને કરી છે.આમ અમદાવાદ જિલ્લા પેન્શનર ચૂકવણી કચેરીને વધુ જગ્યા ફાળવવા હુકમ કરવામાં આવતા હવે આગામી દિવસોમાં કચેરીના કામકાજ માટે આવતા લોકોને હાલાકી વેઠવી નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...