મંત્રીઓ દ્વારા સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત શરૂ થતાં હવે સચિવાલયના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સચિવાલયમાં પણ શાખાના વડાઓ દ્વારા કર્મચારીઓને સમયસર ઓફિસમાં હાજરી આપવા અને કામના કલાકો દરમિયાન બહાર નહીં જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જોકે, એ વાત પણ મહત્ત્વની છે કે હજુ સુધી એક પણ મંત્રીઓએ સચિવાલયના વિભાગોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી નથી. મંત્રીઓની સરપ્રાઇઝ વિઝિટ જૂના સચિવાલયમાં ખાતાના વડાની કચેરીઓમાં અથવા તો પ્રાદેશિક કચેરીઓ પૂરતી જ સિમિત રહી છે.
આથી આવી કચેરીઓના કર્મચારીઓમાં પણ ગણગણાટ છે કે સચિવાલયમાં પણ કર્મચારીઓમાં વ્યાપક અનિયમિતતા છે અને અગાઉ અધિકારીઓના ચેકિંગ દરમિયાન વારંવાર જોવા મળી છે છતાં મંત્રીઓ સચિવાલયમાં આવેલી કચેરીમાં મુલાકાત લેતા નથી, ત્યાં આવતા અરજદારોને પડતી મુશ્કેલી પણ ધ્યાને લેવાતી નથી.કૃષિમંત્રી રાઘવજી પટેલે શુક્રવારે સતત બીજા દિવસે પણ સરપ્રાઇઝ વિઝિટનો રાઉન્ડ યથાવત રાખીને ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી કૃષિ વિભાગની લેબોરેટરીની મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.