આદેશ:2 શિફ્ટમાં RT-PCR ટેસ્ટિંગ કરવા માર્ચ સુધીમાં સ્ટાફની ભરતી કરવા આરોગ્ય વિભાગે કરેલો આદેશ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે રાજ્યભરની હોસ્પિટલોમાં 2 શિફ્ટમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ વધારવાનો રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે. ઉપરાંત આરટીપીસીઆર ટેસ્ટિંગ માટે જરૂરી સ્ટાફની માર્ચ-2022 એટલે ત્રણ માસ સુધી ભરતી કરવાનો આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે.

રાજ્યની મેડિકલ કોલેજની હોસ્પિટલ, ડિસ્ટ્રીક હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રીક હોસ્પિટલોની હાલત થાય નહી તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરૂ આયોજન હાથ ધર્યું છે. તેમાં હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ વધારવાનો આદેશ કર્યો છે. ઉપરાંત આ માટે જરૂરી સ્ટાફની ભરતી માર્ચ-2022 સુધી કરવાનો આદેશ કર્યો છે. સ્ટાફની ભરતીમાં આરટીપીસીઆર ટેસ્ટીંગના વર્કલોડના આધારે કરાર આધારીત કર્મચારીઓની ભરતી કરવાની રહેશે. તેમાં એમડી, લેબટેકનીશીયન, લેબ આસિસ્ટન્ટ, લેબ એટેન્ડન્ટ, ડીઇઓ સહિતના સ્ટાફની કરાર આધારીત ભરતી કરવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભરતીમાં માસિક રૂ. 9000થી રૂ. 80000નો પગાર આપવાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં લેબ એટેન્ડન્ટને માસિક રૂપિયા 9000, ડીઇઓને રૂપિયા 12000, લેબ આસિસ્ટન્ટને રૂપિયા 11000, લેબ ટેકનીશીયનને 13000 અને એમડી માઇક્રોબાયોલોજિસ્ટને રૂપિયા 80000નો પગાર નક્કી કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...