તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:નારંગીની નિકાસ બંધ થઈ જતા પ્રતિકિલો 20થી 25ના ભાવે વેચાણ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
નાગપુર અને ઔરંગાબાદમાં નારંગીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. - Divya Bhaskar
નાગપુર અને ઔરંગાબાદમાં નારંગીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
 • જિલ્લાના 400 વેપારી દ્વારા દરરોજ 2000 કિલો નારંગીનું વેચાણ

કોરોનાની મહામારીને પગલે નારંગીની નિકાસ અટકી પડતા જિલ્લામાં પ્રતિ કિલો રૂપિયા 20થી 25ના ભાવે વેચાણ થઇ રહ્યું છે. નાગપુર અને ઔરંગાબાદમાં નારંગીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જિલ્લાના નાના મોટા 400 જેટલા વેપારીઓ દરરોજની 2000 કિલો નારંગનીનું વેચાણ કરતા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. છેલ્લા આઠ માસથી કોરોનાની મહામારીએ સમગ્ર વ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાંખી છે. ત્યારે હાલમાં નિકાસ અને આયાતની કામગીરી બંધ થતાં ફ્રુટ સહિત નિકાસ થતી તમામ ખેત પેદાશ કરતા ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે.

શિયાળામાં નારંગની ઉત્પાદન વિપુલ પ્રમાણમાં નાગપુર અને ઔરંગાબાદમાં થયું છે. તો તેની સામે નારંગીની નિકાસ પણ નહી થવાથી ખેડુતોને ન છુટકે દેશના અન્ય રાજ્યોમાં વેચાણ કરવાની ફરજ પડી છે. તેમાં નારંગીનો સૌથી વધુ માલ વેચાણ માટે દેશના અમદાવાદ, જયપુર અને સુરતમાં આવે છે. નારંગીની નિકાસ નહી થવાથી જે સામાન્ય રીતે હોલસેલ ભાવ પ્રતિ કિલો રૂપિયા 30થી 40 હોય છે. જે હાલમાં પ્રતિ કિલો હોલસેલનો ભાવ 10થી 15ના ભાવે વેચાણ થઇ રહ્યું હોવાનું છેલ્લા બે દાયકાથી ફ્રુટના વેપાર સાથે સંકળાયેલા શહેરના કેટલાંક વેપારીઓએ જણાવ્યું છે.

અમદાવાદમાં રોજ 10 ટન માલ આવે છે
નારંગીનું ઉત્પાદન વધવાની સાથે સાથે કોરોનાની મહામારીને કારણે નિકાસ અટકી પડતા ભાવ તળિયે આવી ગયા છે. જેમાં અમદાવાદના હોલસેલ ફ્રુટ માર્કેટમાં આંતરા દિવસે અંદાજે 10 ટન જેટલો માલ આવતો હોવાનું હોલસેલ વેપારી ટીનાભાઇએ જણાવ્યું છે.

ઉત્પાદનના 60 %માલની નિકાસ થતી હતી
નારંગીના ઉત્પાદનના કુલ 60 ટકા માલની નિકાસ બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર સહિતના દેશોમાં થાય છે. જોકે નારંગીના માલની નિકાસ માટે દિલ્હીના આઝાદ માર્કેટમાંથી કરવામાં આવતી હોવાનું વેપારી પ્રકાશભાઇ પટણીએ જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો