તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ગાંધીનગરનાં મહાત્મા મંદિરે 900 બેડની હોસ્પિટલ ઉભી કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન પાઈપ લાઈન સહિત બેડની સુવિધા ઉભી કરાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની ધનવંતરી કોવિડ હોસ્પિટલના ઉદ્દધાટન સમયે એવી જાહેરાત કરી હતી કે ગાંધીનગરના હેલીપેડ પર 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. પરંતુ હવે આ હોસ્પિટલનું સ્થળ બદલીને મહાત્મા મંદિર કે જ્યાં વાયબ્રન્ટ સમિટ થાય છે તે સ્થળે 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ટાટા ટ્રસ્ટના આર્થિક સહયોગથી હોસ્પિટલ બનશે

અમિત શાહે જાહેરાત કરી હતી કે ગાંધીનગરમાં સેક્ટર-17ના જૂના હેલીપેડ ગ્રાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. પરંતુ હવે સ્થળ બદલીને મહાત્મા મંદિર રાખવામાં આવ્યું છે. અગાઉની જગ્યાએ હોસ્પિટલના નિર્માણમાં સમયનો વ્યય વધારે થાય તેવો હતો. કેમ કે અહીં ગટર સહિતની સુવિધાનો અભાવ હોવાનું સ્થળ તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું. હેલીપેડ એક્ઝિબિશનમાં ડ્રેનેજ અને ACની ખામી સર્જાતા રાતોરાત મહાત્મા મંદિરની પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ ટાટા ટ્રસ્ટના આર્થિક સહયોગથી બનાવવામાં આવી રહી છે.

ઓક્સિજન પુરવઠા માટેની વિશાળ પાઈપ લાઈન

ડીઆઇડીઓ દ્વારા મહાત્મા મંદિરના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આઇસીયુ બેડ સહિત કુલ 900 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અત્રે ઓક્સિજન પુરવઠા માટેની વિશાળ પાઈપ લાઈન પણ બિછાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દઈ બેડ પણ લાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવશે. અમિત શાહની જાહેરાત પછી જૂના હેલિપેડ ગ્રાઉન્ડ કે જ્યાં એક્ઝિબિશનના ડોમ બનાવવામાં આવેલા છે. ત્યાં સફાઇ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આ જગ્યાએ ખર્ચ અને સમય વધી શકે તેમ હોવાથી તૈયાર મહાત્મા મંદિરમાં હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નવી હોસ્પિટલ દર્દીઓ માટે રાહતરૂપ બનશે

ગાંધીનગરમાં 900 બેડની હોસ્પિટલ શરૂ થશે ત્યારે તેમાં કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવશે. ગાંધીનગરમાં હાલ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના હોસ્પિટલ આવેલી છે. પરંતુ તે કેસ વધતાં ફુલ થઇ ગઇ છે. ગાંધીનગરમાં હવે નવા દર્દીઓને દાખલ કરવાની જગ્યાનો અભાવ છે. ત્યારે આ નવી હોસ્પિટલ દર્દીઓ માટે રાહતરૂપ બનશે તેવું રાજ્ય સરકાર માની રહી છે. મહાત્મા મંદિરમાં અત્યાર સુધી મોટા-મોટા સેમિનાર રોજ થતા હતા. પરંતુ પહેલીવાર આ રીતે કોઈ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે.

ગરૂડ, DRD પાસે વાત કરો : મનપા કમિશનર
મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલની કામગીરી ફોટા પાડવા છે તેમ કહેતા ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર રતનકંવર ગઢવી ચારણે કહ્યું કે આપ ગરૂડ અને ડીઆરડી સાથે વાત કરો તેઓ સંભાળે છે.

હોસ્પિટલ કા મેરે હાથ મે નહીં હૈ : ગરૂડના અધિકારી
મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલના ફોટો લેવા માટે કહેતા ગરૂડના અધિકારી આર ગુપ્તાએ જણાવ્યું છે કે મહાત્મા મંદિરમાં કોઇ પ્રોબલેમ હોય તો તેની જવાબદારી મને આપી છે. પરંતુ કોવિડ હોસ્પિટલ કી મેરે હાથ મે નહી હૈ.

અન્ય સમાચારો પણ છે...