દબાણો દુર:વાવોલ વિસ્તારમાં 9 અને 12 મીટર પહોળા રસ્તાને ખૂલ્લા કરવા ગુડા દ્વારા કામગીરી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા ઉપર ઉગી નીકળેલા ગાંડા બાવળ સહિતના અન્ય દબાણોને દુર કર્યા

વાવોલના રાવળવાસમાંથી નિકળતા ગુડાના રસ્તાને ખુલ્લો કરવાની કામગીરી ગુડા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં રસ્તા ઉપરના કાચા-પાકા દબાણોની સાથે સાથે ઉગી નિકળેલા ગાંડા બાવળને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વાવોલની આસપાસના વિસ્તારના વિકાસ માટે રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા હતા. જોકે સમયાંતરે જતા રસ્તાઓ ઉપર જંગલી બાવળો તેમજ કાચા-પાકા દબાણોએ અડિંગો જમાવી દીધો હતો. ગુડા દ્વારા હવે મનપા વિસ્તારમાં આવેલા ટીપી વિસ્તારના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં ગુડાના રસ્તાઓને ખોલવાની કામગીરીના વાવોલમાંથી શરૂઆત કરવામાં આવી હતી. વાવોલના રાવળવાસ વાસમાં ગામતળની બાજુમાંથી ગુડાનો નવ મીટર પહોળા રસ્તાને 86 મીટર અને 12 મીટર પહોળા રસ્તાને 125 મીટર ખોલવામાં આવ્યો હતો. તેમાં રસ્તા ઉપર ઝાડી-ઝાંખરા તેમજ જંગલી બાવળો ઉગી નિકળ્યા હતા. જેને ગુડાએ જેસીબીની મદદથી રસ્તા ઉપરના જંગલી બાવળોને દુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત રસ્તા ઉપર ઉભા કરાયેલા કાચા-પાકા દબાણોને દુર કરવામાં આવ્યા હતા.

ગુડાની રસ્તા ખોલવાની કામગીરી આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં કરવામાં આવશે તેમ ગુડાના અધિકારીઓએ જણાવ્યું છે. ગુડાના વિસ્તારના ટીપીના બાકી રહેલા રસ્તા ખોલવાની પાછળ લોકોને રસ્તાનો લાભ મળે તેમજ રસ્તાની આસપાસના વિસ્તારનો વિકાસ થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત આસપાસના વિસ્તારમાં બગીચાઓ બનાવવામાં આવે તો તેનો સ્થાનિક લોકો ઉપયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...