તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાશા:ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં હવે માત્ર સફેદ વાઘ જ જોવા મળશે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાતોરાત ગોદાવરીને પરત મોકલી દીધી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે સફેદ નર ગૌતમ અને સામાન્ય રંગની માદા સૃષ્ટિ જ મુલાકાતીઓને જોવા મળશે

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પાર્કમાં સફેદ વાઘની જોડીને મોકલવામાં આવી હતી. ત્યારે પાંચેક મહિના અગાઉ ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવેલી ગૌતમ અને ગોદાવરી નામના સફેદ વાઘની જોડીમાંથી રાતોરાત ગોદાવરીને પરત લઈને નોર્મલ જોવા મળતી સૃષ્ટિ નામની માદાને મોકલી આપવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

ગાંધીનગરમાં આજે ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં સિંહ, વાઘ અને દિપડા માટે પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવેલા ઓપન મોટ પ્રકારના આધુનિક આવાસોનું આજે વન મંત્રી ગણપતભાઇ વસાવા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે નવ નિર્મિત ઓપન મોટ આવાસમાં વિહાર કરતા સિંહ, વાઘ, દિપડા સહિતના પ્રાણીઓને જોવા માટે મુલાકાતીઓ પણ આવી પહોંચ્યા હતા.

ગાંધીનગરનાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં સફેદ વાઘની જોડી જોવાનો લ્હાવો મુલાકાતીઓ ગુમાવવા માંગતા ન હતા, પરંતુ સફેદ વાઘની નર માદાની જોડી ગૌતમ અને ગોદાવરીની જગ્યાએ માત્ર ગૌતમ જ જોવા મળતા મુલાકાતીઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

ગત બીજી એપ્રિલના રોજ ગોદાવરી અને ગૌતમ સફેદ વાઘની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક સેન્ટર ઝૂ ઓથોરિટી દ્વારા રાજકોટથી મોકલી આપવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ બન્નેને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. ત્યારે અચાનક જ રાતોરાત સફેદ વાઘની જોડી બદલી દેવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ અંગે પાર્કના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા અગાઉ ગૌતમ અને ગોદાવરી નામના સફેદ વાઘની જોડી ઉદ્યાનમાં મોકલી આપવામાં આવી હતી. જેને બાયો બબલમાં પણ રાખવામાં આવી હતી, પરંતુ દસેક દિવસ અગાઉ જ સફેદ વાઘની જોડીમાંથી ગોદાવરીને પરત લઈને કેવડીયા ખાતેથી નોર્મલ સ્કીન ધરાવતી સૃષ્ટિને મોકલી આપવામાં આવી છે, પરંતુ ક્યાં કારણોસર સફેદ વાઘની જોડી બદલવામાં આવી તેનું કારણ દર્શાવવામાં આવ્યું નથી અમને તો માત્ર એક ઓર્ડર રૂપી લેટર જ મોકલી આપવામાં આવ્યો હતો.

બીજી તરફ માદા સૃષ્ટિનનું મેડિકલ ચેકઅપ પણ કરાવી લેવામાં આવ્યું છે. જેને હાલમાં મુલાકાતીઓની નજરથી દૂર રાખવામાં આવશે. ત્યારે પાર્કમાં આવેલા મુલાકાતીઓ આજે સફેદ વાઘની જોડીને જગ્યાએ માત્ર ગૌતમને જ નિહાળીને નિરાશ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...