સ્વર્ણિમ સંકુલમાં સન્નાટો:માત્ર સીએમ ઓફિસ ધમધમતી રહી, મંત્રીઓએ છેલ્લી ઘડીએ બંગલે બેસીને ફાઇલોનો નિકાલ કર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી નિમણૂક નહીં થાય ત્યાં સુધી ચેમ્બરો ખાલીખમ રહેશે

રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા પરંતુ મંત્રીમંડળની રચના બાકી હોવાથી બસ્વર્ણિમ સંકુલમાં સન્નાટો જોવા મળ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ ચાર્જ લેવા તેઓ સ્વર્ણિમ સંકુલ પહોંચતા સીએમ કાર્યાલયમાં ધમધમાટ હતો.

નવા મુખ્યમંત્રીને મળવા અધિકારીઓ અને શુભેચ્છકોની ભારે ચહલ પહલ રહી હતી તેનાથી વિપરિત મંત્રીઓની તમામ ચેમ્બરો ખાલીખમ હતી. નવી સરકારમાં હવે કોને સ્થાન મળશે તે નિશ્ચિત નથી અને મોટી સંખ્યામાં મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતાને પગલે મંત્રીઓએ બંગલે બેસીને છેલ્લી ઘડીએ ફાઇલોનો નિકાલ કર્યો હતો. જેના પગલે મંત્રીઓના અંગત સ્ટાફ સ્વર્ણિમ સંકુલ અને બંગલા વચ્ચે સતત દોડતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...