તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે કોરોનાનો એક જ કેસ નોંધાયો , 4 દર્દી ડીસ્ચાર્જ થયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 4122 લાભાર્થીને વેક્સિને આપવામા આવી

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાનો 1 જ કેસ દફતરે નોંધાયા છે . જેની સામે 4 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે. ગાંધીનગરમાં આજે 35 સેન્ટરો પરથી 4હજાર 122 લાભાર્થીને ટીકા કરણ કરવામાં આવ્યું છે.

આજે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને બાદ કરતાં કોર્પોરેશન વિસ્તારમાંથી 1 કોરોના કેસ મળી આવ્યો છે . જેની સામે ગ્રામ્ય માંથી 3 દર્દીઓ તેમજ શહેરી વિસ્તારમાંથી એક દર્દીએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે..

ત્યારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 56 કોરોના દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જયારે 201દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અત્યારસુધીમાં ગ્રામ્ય વિસ્તાર માંથી 9 હજાર 639 દર્દીઓ કોરોનાથી મુકત થઇ ચૂક્યા છે.

બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 4122 લાભાર્થીને 35 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 3 લાખ 91 હજાર 256 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 1 લાખ 8 હજાર 116 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...