ચૂંટણી:જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણી ટાણે માત્ર 17 ગ્રામ પંચાયત સમરસ બની હતી

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ વર્ષે પણ ગામ સમરસ બનશે તો 3 થી 7 લાખની સહાય મળશે

હાલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણી ટાણે માત્ર 17 ગ્રામ પંચાયત સમરસ બની હતી અને વખતે પણ ગામ સમરસ બનશે તો 3 થી 7 લાખની સહાય મળશે.જો ગ્રામ પંચાયત સમરસ બને તો 3થી રૂપિયા 7 લાખની સહાય ગામની વસ્તીના આધારે આપવામાં આવશે.

તેમાંય મહિલા ગ્રામ પંચાયત સમરસ બને તો રૂપિયા 4.50 લાખથી રૂપિયા 13 લાખ સુધીની સહાય ચુકવશે. સહાયની રકમમાંથી ગ્રામ પંચાયતે ગામના વિકાસમાં અને લોકો ઉપયોગી કામો કરવાના હોય છે. જોકે 2017માં ગાંધીનગર તાલુકામાંથી પંચાયત સમરસ બની નહી. જ્યારે કલોલ તાલુકામાંથી 10, માણસામાંથી 4 અને દહેગામમાંથી 3 ગ્રામ પંચાયતો સમરસ બની હતી.

મહિલા સમરસના કિસ્સામાં રૂ. 4.50 લાખથી રૂ. 13 લાખની સહાય મળશે

પાંચ વખત સમરસમાં સહાય

 • પ્રથમ વખતમાં 5000 સુધીની વસ્તીમાં રૂપિયા 3 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 4.50 લાખ
 • બીજી વખતમાં 5000 વસ્તીએ રૂપિયા 5.75 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 7.75 લાખ
 • ત્રીજી વખતમાં 5000ની વસ્તીએ રૂપિયા 7.75 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 10 લાખ
 • ચોથી વખતમાં 5000ની વસ્તીએ રૂપિયા 8.25 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 10.50 લાખ
 • પાંચમી વખતમાં 5000ની વસ્તીએ રૂપિયા 8.50 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 11 લાખ

મહિલા સમરસમાં સહાય

 • પ્રથમ વખતમાં 5000ની વસ્તીએ 4.50 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં 7.50 લાખ
 • બીજી વખતમાં 5000ની વસ્તીએ 7.75 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં 11.50 લાખ
 • ત્રીજી વખતમાં 5000ની વસ્તીએ 10 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં 14.75 લાખ
 • ચોથી વખતમાં 5000ની વસ્તીએ રૂપિયા 10.50 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 15 લાખ
 • પાંચમી વખતમાં 5000ની વસ્તીએ રૂપિયા 11 લાખ અને 5001થી 25000ની વસ્તીમાં રૂપિયા 16 લાખ
અન્ય સમાચારો પણ છે...