બદલી પ્રક્રિયા:જિલ્લા પંચાયતમાં જિલ્લાફેરથી માત્ર 1 તલાટી અને ક્લાર્કે જ રસ દાખવ્યો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતર જિલ્લા ફેરબદલીના લાભો આપવામા આવ્યા છતાં અન્ય જિલ્લામાંથી માત્ર 2 જ કર્મચારી આવ્યા

રાજ્યના પંચાયત વિભાગ દ્વારા આંતર જિલ્લા ફેરબદલીના લાભો કર્મચારીઓને આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના અન્ય જિલ્લામાંથી માત્ર બે જ કર્મચારીઓ જિલ્લા પંચાયતમાં આવ્યા છે. તેેમાં એક ક્લાર્ક અને એક તલાટીનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને જિલ્લાફેર બદલીનો લાભ આપવામાં આવી રહ્યો છે. જોકે રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આદેશ કર્યો છે. પંચાયત સેવા વર્ગ-3ના કર્મચારીઓના જિલ્લા બદલીના સમયાંતરે હુકમો કરવામાં આવે છે.

જોકે તેના માટે પંચાયત વિભાગે બદલીના હુકમો કરતા પહેલા મૂળ જિલ્લાનો અભિપ્રાય અને સામેના જિલ્લાની સંમતિને ધ્યાનમાં લેવાનો નિયમ બનાવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંંચાયતમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી બે જ કર્મચારીઓ જિલ્લાફેર આવ્યા છે. તેમાં એક તલાટી અને એક ક્લાર્કનો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય જિલ્લામાંથી બીજા કર્મચારીઓ માટે ગાંધીનગર જિલ્લા પંચાયતે સમંતિ આપી નથી. ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને અન્ય જિલ્લામાં જવાનો રસ દાખવ્યો નથી. જ્યારે જિલ્લા પંચાયતમાંથી સંમતિ આપી હોય અને આંતર જિલ્લા બદલીના હુકમો થયા નથી તેવો કિસ્સો નથી તેમ સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...