તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને પગલે પ્રથમ વખત ધનવંતરીની પૂજન ઓનલાઇન કાર્યક્રમનું આયોજન 42-84 કડવા પાટીદાર સમાજે કર્યું હતું. જેમાં આહાર અને આરોગ્ય વિષય ઉપર વી કેર ફાઉન્ડેશન દ્વારા જરૂરી જાણકારી અપાઈ હતી. કોરોનાને પગલે 42-84 કડવા પાટીદાર સમાજ મહિલા અને ઉમા ટ્રસ્ટ દ્વારા ધનવંતરી પૂજનનો કાર્યક્રમ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. જેમાં આહાર અને આરોગ્ય વિષય ઉપર વી કેર ફાઉન્ડેશન દ્વારા જાણકારી આપી હતી. જેના ઉદાહરણમાં જણાવ્યું હતું કે લોકડાઉનમાં લોકો ઘરમાં રહીને ઘરે બનાવેલું ભોજન આરોગતા હોવાથી બિમારીઓ ઘટી ગઇ હતી. વધુમાં સુખ, શાંતિ, સંતોષ, આરોગ્ય અને કર્મ તથા મનના વિચારોની અસર વિશે પણ જાણકારી આપી હતી. ત્યારબાદ ભગવાન ધનવંતરી દેવની પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે 42-84 કડવા પટેલ સમાજના મહિલા પ્રમુક સુશીલાબેન, ઉમા ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઇ અને હર્ષદભાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.