તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:રસીકરણનું ઓનલાઈન રજિસ્ટ્રેશન માત્ર 10 મિનિટમાં જ ફૂલ થઈ ગયું

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગણતરીની મિનિટોમાં રજિસ્ટ્રેશન બંધ થઈ જતાં લોકોને પડતી મુશ્કેલી

રાજ્યના શહેરોમાં 18 વર્ષથી 44 વર્ષની વ્યક્તિઓને દરરોજ 2000 વ્યક્તિઓને જ વેક્સિન આપવાનો લક્ષાંક છે. આથી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે બપોરે 3 કલાકે ઓપન થતાં જ માત્ર 10 જ મિનિટમાં જરૂરી તમામ રજિસ્ટ્રેશન હાઉસફુલ થઇ જાય છે. આથી ઓનલાઇન રજિસ્ટ્રેશન નહી થવાથી લાભાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે.

આ ઉપરાંત કોરોનાની વેક્સિન લેવા માટે 45 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે બે વ્યવસ્થા ઉભી કરી છે. તેમાં ઓનલાઇન તેમજ સ્પોટ રજિસ્ટ્રેશનથી પણ લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવે છે.રાજ્યમાં દરરોજ વપરાતા વેક્સિનના ક્વોટાના આધારે કેન્દ્ર સરકારમાંથી વેક્સિન ફાળવવામાં આવે છે. આથી વેક્સિનનો સ્ટોક ઓછો હોવાથી મર્યાદિત સંખ્યામાં લાભાર્થીઓને વેક્સિન આપવાની ફરજ પડી છે.

જોકે કેન્દ્ર સરકારે વધુ 4 લાખ વેક્સિનનો ડોઝ રાજ્યને ફાળવવામાં આવ્યો છે.જોકે 18 વર્ષથી 44 વર્ષની વ્યક્તિઓ માટે વેક્સિનેશન માટે દરરોજનો લક્ષાંક આપવામાં આવ્યો છે. તેનાથી વધુ વેક્સિન નહી કરવાનું હોવાથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ઉપર બેન મુકવામાં આવ્યો છે. આથી બપોરે 3 કલાકે જ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે બ્લોક ઓપન કરવામાં આવે છે. જેને પરિણામે રજિસ્ટ્રેશન માટે રાહ જોઇને બેઠલા લાભાર્થીઓ દ્વારા ફટાફટ રજિસ્ટ્રેશન કરવાથી માત્ર 10 જ મિનિટમાં ફૂલ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો