ચુંટણી:મતદાન જાગૃતિ માટે ઓનલાઇન પ્રતિજ્ઞા ઝુંબેશ શરૂ કરાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કરોડ લોકોનો લક્ષ્યાંક અપાયો

વિધાનસભાની ચુંટણીમાં મતદારોમાં જાગૃત્તિ આવે તે માટે રાજ્યના ચુંટણી પંચ દ્વારા ઓનલાઇન પ્રતિજ્ઞા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના માટે રાજ્યભરમાંથી બે કરોડ લોકોને ઓનલાઇન પ્રતિજ્ઞા ઝુંબેશનો લક્ષાંક આપવામાં આવ્યો છે. જોકે ઓનલાઇન પ્રતિજ્ઞા લેનારને ચુંટણી પંચ દ્વારા પ્રમાણપત્ર અપાય છે.

લોકોમાં ચુંટણીને લઇને કોઇ જ ઉત્સાહ જોવા મળતો નથી. ત્યારે લોકોને ચુંટણી તેમજ મતદાનનું મહત્વ શું છે તેની જન જાગૃત્તિ માટે રાજ્યના ચુંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યના ચુંટણી પંચ દ્વારા ઓનલાઇન પ્રતિજ્ઞા ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

જોકે રાજ્યભરમાંથી બે કરોડ લોકોને ઓનલાઇન પ્રતિજ્ઞા ઝુંબેશ લેવાડાવવાનો લક્ષાંક ચુંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે મતદારોમાં મતદાનને લઇને જાગૃત્તતા આવે તે માટે ચુંટણીપંચ દ્વારા ઇ-શપથનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં ઇ-શપથમાં હુ ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે આગામી વિધાનસભાની ચુંટણીમાં હું, કોઇપણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દુર રહીને અને કોઇપણ રીતે પ્રલોભિત થયા સિવાય અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઉજવીશ તેવા શપથ લેવડાવવામાં આવશે. દરેક મતદાતાના મતની કિંમત કેટલી છે. મતદાનથી આગામી પાંચ વર્ષ સુધી શું શું અને કેવા કેવા ફાયદા થશે સહિતની જાણકારી મતદારોને આપવાનું આયોજન ચુંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...