એસ ટી નિગમને લાભ:ગત દિવાળી કરતાં આ વર્ષે ST ડેપોને 3 ગણું ઓનલાઇન બુકિંગ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના એસ ટી ડેપોમાં દોડતી બસનો લાભ લેતા અનેક મુસાફરો. - Divya Bhaskar
શહેરના એસ ટી ડેપોમાં દોડતી બસનો લાભ લેતા અનેક મુસાફરો.
  • આગામી વર્ષે એસ ટી નિગમને આર્થિક રીતે વધુ લાભ થશે

દોઢ વર્ષથી કોરોનાનો માર સહન કરતું એસ ટી નિગમ આગામી વર્ષ આર્થિક રીતે લાભદાયક બની રહેશે. તેમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઓનલાઇન બુકિંગમાં ડબલ વધારો થયો છે. ગત વર્ષે 971ની સામે ચાલુ વર્ષે 1839 ટીકિટોનું બુકિંગ કરવામાં આવ્યું છે. કોરોનાથી લોકો બસમાં બેસતા પણ ડરતા હતા. ત્યારે હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત થઇ જવાથી લોકોએ પુન: મુસાફરી માટે એસ ટી બસનો ઉપયોગ શરૂ કર્યો છે. જેને પરિણામે આવકમાં વધારો થયો છે.

કોરોનાની મહામારીને કારણે ગત વર્ષની દિવાળી એસ ટી નિગમ માટે આર્થિક માર આપવાવાળી બની રહી હતી. તેમ દિપાવલી અને નવા વર્ષમાં ઓનલાઇન બુકિંગ માત્ર 971 ટિકીટોનું થતા 1.75 લાખની આવક થઇ હતી.

જ્યારે તેની સરખામણીએ નગરના ડેપોને ચાલુ વર્ષે ઓનલાઇન બુકિંગમાં ડબલ વધારો થયો છે. ચાલુ વર્ષે નગરના ડેપોમાં ચાલતા ઓનલાઇન બુકિંગ સેન્ટરમાં પાંચ દિવસમાં કુલ-1839 ટિકીટોનું બુકિંગ થવા પામ્યું છે. આથી એસ ટી ડેપોને કુલ 3.21 લાખની આવક થઈ છે. દિવાળીમાં આવકમાં થયેલા વધારાને જોતા આગામી નવું વર્ષ નિગમ માટે આર્થિક રીતે સારૂ રહેશે તેવી આશા કર્મચારીઓએ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...