ભરતી ક્યારે કરશો?:1 લાખ પશુ સામે એક પશુ ચિકિત્સક, 1400થી વધુ જગ્યા પર ભરતી બાકી

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજયમાં લમ્પીના રોગથી ટપોટપ ગૌવંશ મોતના મુખમાં ધકેલાઇ રહ્યું છે ત્યારે ભાજપની સરકારે પશુધનના રક્ષણ માટે પશુચિકિત્સકોની પણ પૂરી ભરતી નહીં કરીને ગુનાહિત બેદરકારી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, રાજયમાં 73,477 પશુધન વચ્ચે એક પશુચિકિત્સા અધિકારી, 1,05,749 પશુધન પર એક માત્ર પશુધન નિરીક્ષક,3,45,718 પશુધન વચ્ચે એક માત્ર ડ્રેસર, 2,59,288 પશુઓ વચ્ચે એક માત્ર એટેન્ડન્ટ, 3,41,342 પશુધન પર એક માત્ર પટાવાળા છે.

આ ઉપરાંત પશુચિકત્સા વર્ગ-2માં 657માંથી 290, ડ્રેસર વર્ગ-4માં 235માંથી 157, એટેન્ડેન્ટની 397માંથી 294, પશુધન નિરીક્ષકની 529માંથી 274 અને પટાવાળાની 484માંથી 405 જગ્યાઓ ખાલી પડી છે તેના પર તત્કાલ ભરતીની માગ કોંગ્રસે ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...