તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ગૃહમંત્રી’ના ગામડેથી ગ્રાઉન્ડ રિપોર્ટ:માણસામાં 10 હજારની વસતી વચ્ચે એક બેડ, સરકારી ડૉક્ટરો નેતાના કોવિડ સેન્ટરમાં તહેનાત, 4 ગામમાં 690નાં કોરોનાથી મોત

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
 • કૉપી લિંક
અસુવિધાને કારણે મોત નીપજતા પરિવારજનનું આક્રંદ - Divya Bhaskar
અસુવિધાને કારણે મોત નીપજતા પરિવારજનનું આક્રંદ
 • ગૃહમંત્રી અમિત શાહના વતન માણસાની 3.50 લાખની વસતી વચ્ચે માત્ર 35 બેડ
 • સરકારી હોસ્પિટલમાં 3-4 જ ડૉક્ટરો, 5 વેન્ટિલેટર પણ ચલાવનારા કોઇ નથી
 • ઘણા દર્દીના શ્વાસ હોસ્પિટલ પહોંચતા પહેલાં થંપી ગયા
 • મૃત્યુના લીધે લગ્નો મોકૂફ રહ્યાં, અંતિમવિધિમાં ઘરના જ લોકો
 • રસીકરણ કરવા ગામમાં અઠવાડિયે 50 ડોઝ લઇ ટીમ આવે છે, વિસ્તારમાં માંડ 7 ટકા રસીકરણ
 • ઘણાં ગામોમાં 250 તો ક્યાંક 100નાં મોત, 10-20% મૃતકોની વય 30 વર્ષથી ઓછી, લોકો ટેસ્ટ કરાવતા ડરી રહ્યા છે

ગાંધીનગરથી 27 કિમીના અંતરે આવેલા માણસા તાલુકાના 48 ગામની કુલ વસતી સાડા ત્રણથી ચાર લાખની છે. માણસા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું પૈતૃક વતન છે. માણસા ટાઉનમાં એક સરકારી હોસ્પિટલ છે જેમાં 10 પથારી છે જ્યારે બાકીની ચાર ખાનગી હોસ્પિટલોમાં માંડ 5-7 પથારી છે. દસ હજારની વસતીદીઠ માત્ર એક પથારી હોવાથી સ્થિતિ વણસે તો ગાંધીનગર દોડવું પડે એવી હાલત છે.

સરકારી હોસ્પિટલ રામભરોસે ચાલે છે
અહીંના બિલોદ્રા ગામમાં ગયા મહિને 260, ઇટાદરામાં 240, લિંબોદ્રામાં 120 અને બાલવા ગામમાં 70 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં હતાં. ભાજપના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ પોતાની શૈક્ષણિક સંસ્થામાં નમો કોવિડ કેસ સેન્ટર ચાલું કરાવ્યું, પણ ડૉક્ટર નહીં મળતા માણસા રેફરલ હોસ્પિટલના ડૉક્ટરોને બોલાવી લીધા જેના લીધે સરકારી હોસ્પિટલ રામભરોસે બની છે. ઓક્સિજન ખૂટી જતા 14 દર્દીને ગાંધીનગર મોકલવા પડ્યાં એ પછી આ કોવિડ કેર સેન્ટર બંધ છે.

લાઇવ 1 - ઓક્સિજનના અભાવે માત્ર 10 બેડ

 • સમય - સવારે 10 વાગ્યે,
 • સ્થળ - માણસાની સરકારી રેફરલ હોસ્પિટલ

માણસાની સરકારી રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. જિતેશ બારોટ કહે છે કે અહીં 16 પથારી કોરોના માટે ફાળવી છે, પણ ઓક્સિજન ઓછો છે, તેથી 10 દર્દીને જ એડમિટ કરીએ છીએ, 6 પથારી પરાણે ખાલી જ રાખવી પડે છે. અહીં અમે બેથી ચાર ડૉક્ટર હાજર હોઇએ એટલે ક્યારેક અમારે 24 કલાક સતત હાજર રહી ફરજ બજાવવી પડે છે. હાલ કેસ થોડા ઘટ્યાં છે, ગત મહિને રોજ 15થી 20 ગંભીર દર્દી આવતા હતા.

મૃતકની તસવીર
મૃતકની તસવીર

લાઇવ 2 - તાવ આવ્યાના 3 કલાકમાં મોત!

 • સમય - સવારે 9.30 વાગ્યે
 • સ્થળ - ધોળાકૂવા ગામ

અહીંના ધોળાકૂવા ગામનો 35 વર્ષનો યુવક અલ્પેશ ઠાકોર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને કાળજી રાખતો યુવક હતો. એક દિવસ તેને તાવ આવ્યો, માણસા ખાનગી હોસ્પિટલમાં બતાવવા ગયો, તો ડૉક્ટરે તેને લોહી ગંઠાય નહીં તે માટે ઇન્જેક્શન આપ્યું પણ શ્વાસ ચઢી જતા માત્ર 3 કલાકમાં જ તે મૃત્યુ પામ્યો. તેની ગર્ભવતી પત્ની પિયરમાં છે, અને કમાઉ દીકરો ફાટી પડતાં તેનો પરિવાર નિરાધાર થઇ ગયો છે. માણસા તાલુકામાં ગામેગામ આવી સંખ્યાબંધ કરુણ ગાથાઓ છે.

ખાનગી હોસ્પિ.માં ઓક્સિજન જાતે લાવવાનો
અહીંનો ગરીબ દર્દી ખાનગી હોસ્પિટલમાં જાય તો 40-50 હજાર ખર્ચવા પડે છે. પાછી ઓક્સિજન-ઇન્જેક્શનની વ્યવસ્થા જાતે કરવી પડે. - અશોક વાઘેલા, લિંબોદ્રા

ગામડાંમાં ટેસ્ટિંગ અપૂરતું
અહીંનાં ગામોમાં આઇસોલેશન સેન્ટર, ટેસ્ટિંગ સુવિધાનો અભાવ છે. અવારનવાર ટેસ્ટ कीકીટ ખૂટી જાય છે.

એક સપ્તાહમાં રસીના માંડ 50 ડોઝ આવે છે
એક ગામમાં અઠવાડિયે એકવાર આરોગ્યકર્મી 50 ડોઝ લઇને આવે છે, જેથી મોટાભાગનાને પરત ફરવું પડતું. આ કારણે અહીં રસીકરણનું પ્રમાણ માંડ સાત ટકા જેટલું હશે.

અન્ય સમાચારો પણ છે...