તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે સંસ્થાના 700 વિદ્યાર્થીઓએ ઓનલાઈન વૃક્ષારોપણ કર્યું

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન શિક્ષણ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષ વાવવા પહેલ કરી

વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ભાટ દ્વારા ઓનલાઈન શિક્ષણની જેમ ઓનલાઈન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળા 700 જેટલા વિદ્યાર્થીઓ સહિત સ્ટાફગણ દ્વારા ઓનલાઈન વૃક્ષારોપણ કર્યું હતું.

નવું વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી

કોરોનાની મહામારીમાં બીજી લહેર વખતે માણસોને ઓક્સિજન વગર ઘણી બધી તકલીફ અને સમાજમાં ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો એટલે કે પ્રાણવાયુનો ખૂબ મહત્વ છે. અને પૃથ્વી પર પ્રાણવાયુનો મુખ્ય સ્ત્રોત હોય તો એકમાત્ર વૃક્ષો છે. એટલે કે વૃક્ષએ ખૂબ જ મહત્વનું છે. આ માટે દરેક જીવ માટે ખૂબ મહત્વના એવા પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ સમજાય તે માટે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષ વાવવા માટે એક મોટી પહેલ કરવામાં આવી હતી. જેમાં આશરે 700 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તેમના રહેણાંકની આજુબાજુ વૃક્ષ વાવવામાં આવ્યા હતા. અને જ્યાં વૃક્ષો પડી ગયા હતા ત્યાં નવું વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

વૃક્ષારોપણનાં ફોટો-વીડિયો ઇન્સ્ટિટ્યૂટમાં સબમીટ કર્યા

ઓનલાઈન હોમવર્કની જેમ ઓનલાઈન વૃક્ષારોપણનાં ફોટો-વીડિયો ઇન્સ્ટિટ્યૂટમાં સબમીટ કરાવી વૃક્ષનું જતન કરવાની પ્રતિજ્ઞા કરવાની લીધી હતી. ત્યારે તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાની અંદર મકાન અને બીજી ઘણી જગ્યાએ ખુબજ નુકસાન થયું છે. જેમાં 20થી 25 વર્ષ જુના વૃક્ષો પણ પડી ગયા હતા. આ મકાન અને બીજા નુકસાનની ભરપાઈ બે-ત્રણ મહિનામાં કરી શકાય છે. પણ 20થી 25 વર્ષ જૂનું વૃક્ષ તાત્કાલિકના વાવી શકાય એટલે કે વૃક્ષોનું મૂલ્ય આપણે આંકી ન શકીએ વિષય પર ગહન ચર્ચા પણ ઇન્સ્ટિટ્યૂટનાં કર્મચારીઓ દ્વારા કરીને વૃક્ષારોપણનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.

પ્રાણવાયુનો ખતરો ના આવે તેવા શુભ સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ વંડરા અને પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ ભેગા થઈ સંસ્થાના પટાંગણમાં અને આજુબાજુના વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર કર્યું અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે. આમ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમાજમાં આ શુભ સંદેશ જાય અને એક વૃક્ષ પ્રત્યેની જાગૃતતા આવે સમાજમાં અને ભવિષ્યમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુનો વિશ્વ પરનો ખતરો ના આવે તેવા શુભ સંદેશ સાથે આ કાર્યક્રમ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...