તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વૈશ્નોદેવી બ્રિજ પર સાઈડ ના આપતા કારચાલકે ST ડ્રાઇવરને માર માર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારચાલકે બસ રોકી ડ્રાઇવરનો કોલર પકડી નીચે ઉતાર્યો
  • કારચાલકે ફિલ્મી સ્ટાઇલમાં ઓવરટેક કરી બસ આંતરીને કાર આડી મૂકી દીધી, પથ્થર મારી બસનો કાચ પણ તોડી નાખ્યો

સિદ્ધપુર ડેપોની સરકારી બસ ચલાવતા ડ્રાઇવરને વૈશ્નોદેવી બ્રીજ પર એક કાર ચાલકે ફિલ્મી ઢબે રોકીને મારમાર્યો હતો. ચાલુ બસ રોકી કોલર પકડી નીચે ઉતારીને ડ્રાઇવરને માર મારતા અડાલજ પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવતા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. મળતી માહિતી મુજબ 35 વર્ષિય રિયાઝખાન અકબરખાન સંધી (રહે, ગામ ઉમરકોટ, તા.અમીરગઢ, બનાસકાંઠા) એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જ્યારે ગઇકાલ સોમવારે બપોરના 3 કલાકે સિદ્ધપુર ડેપોની સરકારી બસ નંબર જીજે 18 ઝેડ 4954 લઇને પાલનપુરથી સરખેજ તરફ જવા માટે નિકળ્યો હતો.

બસ આશરે સાંજના 7 વાગ્યના અરસામા ગાંધીનગરથી અમદાવાદ તરફ જઇ રહી હતી. ત્યારે વૈશ્નોદેવી બ્રીજ ઉપર પહોંચતા એક કાર નંબર જીજે 01 કેઆર 6110 પાછળ આવી રહી હતી, જેનો ચાલક જોરજોરથી હોર્ન મારી રહ્યો હતો. જોરથી હોર્ન અવાજ સંભળાતા તે સમયે બસ ચાલકે કોઈ સાઇડ આપી દીધી હતી. પરંતુ તેમ છતા તેને ફિલ્મી સ્ટાઇલમાં કારને બસ આગળ લાવી આડી કરતા ઉભી કરી દીધી હતી. અને કાર ચાલક નીચે ઉતરતાની સાથે જ ડ્રાઇવરને જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો.

જ્યારે એકદમ ઉશ્કેરાઇને ડ્રાઇવરના માથાના વાળ પકડીને નીચે ખેંચી બસમાંથી ઉતારી છાતીમા અને પેટના ભાગે મારા માર્યો હતો. તે સમયે બસના કંડક્ટર તૈયબખાન દોલતખાન જામદ અને પેસેન્જર બસમાંથી નીચે ઉતરી જતા ડ્રાઇવરને માર ખાતા બચાવ્યો હતો. તે સમયે કાર ચાલકે બસના આગળના ભાગે પત્થર મારતા કાચ પણ તોડી નાખવામા આવ્યો હતો. જેથી આ અંગે સરકારી કર્મચારી ઉપર ફરજ દરમિયાન ગાળો બોલી મારામારી કરવા બદલ કારચાલક વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમા ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...