તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બીજા દિવસે પણ ગ્રામ્યમાં કેસ શૂન્ય ,મનપામાં 2 કેસ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 4 દર્દી સાજા થયા, મોત એકેય નહીં
  • જિલ્લામાં વેક્સિનની તંગી વચ્ચે વધુ 7340 લાભાર્થીઓને રસી અપાઈ

કોરોનાની બીજી લહેર તેના અંતિમ તબક્કામાં હોય તેમ સતત બીજા દિવસે પણ જિલ્લાના ચારેય તાલુકાના એકપણ ગામની વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ નથી. જ્યારે તેની સામે ગાંધીનગર મહાનગર પાલિકાની બે વ્યક્તિઓ કોરોનામાં સપડાતા નવા 2 કેસ સાથે કુલ આંકડો 20051એ પહોંચ્યો છે. મનપા વિસ્તારના કોબાનો 21 વર્ષીય યુવાન અને સરગાસણના 57 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે. જ્યારે સતત બીજા દિવસે પણ કોરોનાના એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી.

ઉપરાંત કોરોનાની સારવારથી 4 દર્દીઓ સાજા થતા જિલ્લાની કુલ 18398 વ્યક્તિઓએ કોરોનાને હરાવ્યો છે. ત્રીજી લહેરને પગલે વેક્સિનેશનની કામગીર સઘન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ વેક્સિનનો સ્ટોક જ ઓછો ફાળવાતા જિલ્લાના કુલ 7340 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. તેમાં મનપા વિસ્તારના કુલ 10 સેન્ટરોમાં કુલ 2666 લોકો અને જિલ્લાના ચારેય તાલુકાના કુલ 35 સેન્ટરોમાં 4674 લોકોને વેક્સિન આપી છે.

અન્ય સમાચારો પણ છે...