વ્યવસ્થા:વાઇબ્રન્ટના આરંભની રાતે 2 હજાર ડ્રોન આકાશી નજારો બદલી નાખશે

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરીજનો શો નિહાળી શકે તે માટે શહેરના 5 સ્થળે વ્યવસ્થા ઊભી કરાઈ

પાટનગરમા સમિટની તૈયારીઓ પૂરજોશમા ચાલી રહી છે. ત્યારે રાજ્ય અને વાઇબ્રન્ટ સમિટમા પહેલીવાર 2 હજાર ડ્રોનનો ઉપયોગ કરાશે. શુભારંભની સાંજે શહેરનો આકાશી નજારો ઉત્તરાયણ પહેલા બદલાયેલો જોવા મળશે. ડ્રોન સાંજના સમયે વિવિધ પ્રકારની આકૃતિ બનાવશે. શહેરીજનો આકાશી નજારો નિહાળી શકે તે માટે 5 જગ્યાએ વ્યવસ્થા કરાઈ છે.

10,11 અને 12 જાન્યુઆરીએ યોજાનારા વાઇબ્રન્ટ સમિટનો વડાપ્રધાન મોદીના હસ્તે શુભારંભ થશે. દેશ વિદેશથી મહેમાનો આવશે અને રાજ્યની પ્રગતિમા ભાગીદાર બનશે. અનેક એમઓયુ કરાશે અને વેપારને નવી દિશા આપવા પ્રયાસ થશે. આ તમામ ગતિવિધિઓ વચ્ચે વાઇબ્રન્ટ સમિટમા પહેલીવાર શુભારંભના પહેલા દિવસે સાંજ7થી 8 વાગ્યા દરમિયાન શહેરના આકાશમા 2 હજાર ડ્રોન એક સાથે ઉડાડવામા આવશે.

5 જગ્યાએથી ડ્રોન શો જોઈ શકાશે

  • સેક્ટર 16 હેન્ડલુમ હાઉસ
  • સેક્ટર 15 સ્પોટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (સાઇ)નુ ક્રિકેટ ગ્રાઉન્ડ
  • વાવોલ રમતમગત સંકુલ
  • વાવોલ તરફ જતા અંડરપાસ બાજુનુ ગ્રાઉન્ડ
  • રેલ્વે સ્ટેશન પાસનું ગ્રાઉન્ડ

મહાત્મા મંદિર ગેટ નંબર 5 પાસે સ્ટેજ
શહેરમા પહેલીવાર એક સાથે 2 હજાર ડ્રોન ઉડતા જોવા મળશે. ત્યારે તેના માટે મહાત્મા મંદિર પાસે આવેલા ગેટ નંબર 5 પાસે સ્ટેજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમા બનાવાશે. પ્રેક્ષકો માટે ખ રોડ પ્રતિબંધિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...