તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ST બસ શરૂ:શ્રાવણના સોમવારે નગરજનો સોમનાથની મંગળા આરતી કરી શકશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવાધિદેવ મહાદેવના બાર જ્યોતિર્લિંગનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.પવિત્ર શ્રાવણ માસમાં તેના દર્શન કરવાથી પૂણ્ય મળતું હોવાનો શિવપુરાણ સહિતના ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહાત્મ્ય રહેલું હોવાથી શિવભક્તો શ્રાવણિયા સોમવારના દિવસે સોમનાથ મહાદેવના મંગળા આરતીના દર્શનનો લાભ લઇ શકે તે માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રવિવાર બપોરે 3:30 કલાકે ગાંધીનગરથી સોમનાથ એસટી બસ દોડાવવામાં આવશે. ગાંધીનગરથી ઉપડતી સોમનાથની બસ અમદાવાદ બાયપાસ ઇસ્કોન, લીંબડી સાયલા રાજકોટ ગોંડલ જૂનાગઢવાળા રૂટ ઉપર સોમનાથ પહોંચશે. ગાંધીનગર આવવા માટે બસ રિટર્ન સવારે 9:00 સોમનાથથી ઉપડશે. વાયા એજ રૂટ ઉપર પરત ગાંધીનગર આવશે. આથી દર્શનાર્થે ગયેલા મુસાફરોને રિટર્ન ગાંધીનગર આવવા માટે કોઇ સમસ્યા રહેશે નહીં તેમ ડેપો મેનેજર કીર્તનભાઈ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...