ગરબાની રમઝટ ઝામી:ગાંધીનગરમાં નવરાત્રિના છેલ્લા દિવસે વેશભૂષા તેમજ પારંપરિક રીતે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • ખેલૈયાઓ મોડી રાત સુધી તો ક્યાંક સવાર સુધી ગરબે ઝૂમ્યા
  • સોસાયટીમાં વસાહતીઓ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ કોડ સાથે ગરબે રમ્યાં

ગાંધીનગરમાં નવરાત્રિના નવમા નોરતે પણ ગરબાની રમઝટ યથાવત રહી હતી. માતાજીની આરતી સાથે સોસાયટીઓમાં વેશભૂષાનાં કાર્યક્રમ પણ યોજાયા હતા. જેમાં વસાહતીઓએ અલગ અલગ પાત્રોનો વેશ ધારણ કર્યો હતો. જ્યારે એક સોસાયટીમાં વસાહતીઓ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ કોડ સાથે ગરબે રમ્યાં હતા.

ગાંધીનગરમાં નવરાત્રીના પ્રારંભથી જ લોકોમાં ગરબા રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાના કારણે મોટાપાયે ગરબાના આયોજનો પર પાબંદી હોવાથી લુપ્ત થઈ ગયેલી શેરી ગરબાની રોનક ફરી પાછી આવી જતાં ગરબાની ધૂમ જોવા મળી હતી.

આ વર્ષે સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરાયું છે. કોઈ સોસાયટીમાં વેશભૂષા તો કોઈ સોસાયટીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ કોડ સાથે જ ગરબા રમવામાં આવ્યાં હતા. ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં સોસાયટીઓ બહુ મોટી સંખ્યામાં હોવાથી અત્રેના વિસ્તારમાં જ જાણે ગરબાની ધૂમ મચી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સેક્ટરોમાં વસાહતીઓ પોત પોતાના ચોકમાં ગરબા રમતા હોય છે. જેનાં કારણે પણ વહેલાં આરતી કરીને થોડી વાર ગરબા રમીને પરંપરા જાળવવામાં આવે છે.

પરંતુ ન્યુ ગાંધીનગર વિસ્તારની સોસાયટીઓમાં રીતસર ડીજેના તાલે ગરબાના આયોજનો કરવામાં આવ્યાં છે. નોરતાનાં અંતિમ દિને લોકો મન મૂકીને ગરબા રમ્યાં હતા. છેલ્લો દિવસ હોવાથી મોડે સુધી ગરબાની રમઝટ ઝામી હતી. ઠેર-ઠેર લોકોએ વેશભૂષા - ડ્રેસ કોડ સાથે ગરબા ઘૂમ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...